________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८
થતા કલહૈાથી દૂર રહેવુ, કષાયાથી લહુ કલેશ થાય છે અને તેનાથી અનેક જીવાનું પરપરાએ બુરૂ' થાય છે. કલહથી ગાળાનુ પાણી પણ રહેતું નથી. જ્યાં કલહુ છે ત્યાંથી પ્રભુ કરાડા ગાઉ દૂર રહે છે. રજોગુણી તમેગુણી કલહ વૃત્તિયાને અને પ્રવૃત્તિયાથી દૂર રહેતાં મનની શાંતિ થાય છે અને શાંત સરોવરમાં ચંદ્રનું પ્રતિબિંબ જેમ પડે છે તેમ શાંત મનમાં પ્રભુના પ્રકાશ પડે છે. કલહપ્રસંગેા થતાજ વારવા અને અચાનક કલહ પ્રસંગ આવી પડેતા તેથી પાતાની ભુલા થઈ હાય તે ખમાવવી અને દરેક રીતે મૌનધારી કલહુથી મુક્ત થવું કે.જેથી આત્મપ્રભુ પેાતાની પાસે અનુભવી શકાય, પાંડવાએ અને કૌરવાએ યુદ્ધો કર્યાં તેમજ હિંદુએ અને મુસલ્ખાનાએ કલહથી ઘણાં યુદ્ધો કર્યાં તેથી શાંતિ સુખથી લૉકે ભ્રષ્ટ થયા. યુરોપમાં હાલમાં મહાભારત યુદ્ધ થયું તેથી કઇ કાઇને પરમાનંદની પ્રાપ્તિ થઇ નહીં ઉલટી તે દેશની ઘણી પડતી થઇ, કલહથી હિંદુઓનાં રાજ્યા ગયાં, કલહથી કોઇપણ દેશ, સમાજ, સધ, કામની ચડતી થતી નથી, જો સ શરીરમાં રહેલા આત્માએ એક સરખા છે તેા પછી કાનુ ગૂરૂ ઈચ્છવુ' ? અને ગૂરૂ કરવું'? કલહ એજ માહ શયતાન છે ત્યાં આત્મપરમેશ્વર ક્રર્યાંથી હાય ? કલહ અને પ્રભુ એની વચ્ચે અબ્જો ગાઉનું આંતરૂ છે. દેવગુરૂધ મતભેદ્રાદિકથી કલહ કરનારા વસ્તુતઃ પ્રભુથી દૂર જાય છે, પણ પ્રભુના સ્વરૂપ સન્મુખ આવી શકતા નથી. કલહુથી કાઇ અન્યપર જીત મેળવવા પ્રયત્ન કરે તા તે જીતના બદલે હારે છે. કલહુથી કાઇ પ્રભુપદ પામી શકતું નથી. ઘરમાં કુટ’બમાં સામાન્ય મતભેદા અને ભૂલથી કલહની વૃત્તિ થવા દેવી નહી. શુદ્ધ પ્રેમથી ભૂલે, ઢાષ સુધરે છે, કલહ કરવાથીગુણના બદલે હાનિ થાય છે. કલહના વિચારાને ગમ ખાઇને ઢાખી દેવા અને તે પ્રસ ંગે પ્રભુનુ સ્મરણ કરવુ, અને પ્રભુને પ્રાર્થના કરવી કે હું પ્રભો ! મારા હૃદયમાં કલહની વૃત્તિ ન પ્રગટા !!!
For Private And Personal Use Only