________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યના આરાધક છે પણ રાગદ્વેષ અજ્ઞાનને નાશ કર્યા વિના કોઈ મહારી પાસે આવી શકતું નથી એમ આત્મા પ્રકાશે છે. આત્મારૂપ ભગવાન પ્રકાશે છે કે મહે કેઈ પણ શાસ્ત્રોમાં કઈ પણ પશુપંખી મનુષ્ય વગેરેને મારીને ખાવાની આજ્ઞા આપી નથી છતાં ધર્મના નામે અને મેહ પ્રેરણાથી ભક્ત મહાત્મા નામ ધરાવી જેઓએ મારા નામે ધર્મ શાસ્ત્રો રચી તેમાં રાગદ્વેષ અજ્ઞાનથી માંસભક્ષણ, દારૂપાન, વ્યભિચાર, ચેરી, ધર્મના નામે મનુષ્યની સાથે યુદ્ધ કાપંકાપા અસત્ય, વગેરે જે જે પાપ ઘાલી દીધાં છે તે મારા નામના હેઠળ તેઓએ રાગદ્વેષની વૃત્તિથી જૂઠાણું ભર્યું છે તેવા ભક્તો, મહાત્માઓ અને તેવી માન્યતાઓથી મારું પરમેશ્વર સ્વરૂપ કરેડ ગાઉ દૂર છે એમ જાણવું. મને પરમેશ્વરને સર્વ જી એક સરખા છે, કેઈના પર હું રાગ કરતું નથી અને કોઈના પર હું દ્વેષ કરતું નથી, ગમે તેવી મારા સ્વરૂપની માન્યતાવાળા ભિન્ન ભિન્ન મતવાળા મનુષ્ય જે રાગદ્વેષને ત્યાગ કરે છે અને ભિન્ન ભિન્ન મતભેદે રાગદ્વેષમાં પડ્યા વિના સમભાવ ધારણ કરે છે તે અવશ્ય તેઓ મારા આત્માના શુદ્ધ સ્વરૂપની નજીક આવતા જાય છે અને રાગદ્વેષને સર્વથા ક્ષય થતાં પૂર્ણજ્ઞાન સત્યના પ્રકાશથી આપઆપ પરમાત્મા સ્વરૂપે બને છે એમ અંતર્યામી આત્મા મહાવીર પ્રભુ પ્રકાશે છે. રાગદ્વેષની પરિણતિ રોધતાં બારમા કલહસ્થાનને સહેજે નિરોધ થાય છે. કુટુંબમાં, સમાજમાં, ઘરમાં કલહ કરવાંથી રાગ તેષાદિક દોષની વૃદ્ધિ થાય છે. કલહથી વૈરની પરંપરા બંધાય છે અને તેથી ભવમાં વૈરની વૃત્તિ જાગ્રત્ રહે છે. વાણી અને મનને ઉપર કાબુ મૂક્યા વિના અને મનને માર્યા વિના કલહની પ્રવૃતિ ટળતી નથી. કલહથી મનની અત્યંત આકુળતા થાય છે અને તેથી કાયા પણ તાબામાં રહી શકતી નથી. કલહ, ઝઘડા, બેલાચાલી, તારા વગેરેથી જેમ બને તેમ દૂર રહેવું, જેમ બને તેમ કષાયથી
For Private And Personal Use Only