________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રજોગુણી રાગ તે અપ્રશસ્ય રાગ છે અને સાત્વિક રાગ તે પ્રથા રાગ છે, સાત્વિક રાગ અને દ્વેષ પણ આત્માના કેવલજ્ઞાનને થતાં રેકે છે. રાગદ્વેષવિનાની આત્માની દશા તે વીતરાગનીદશા છે. વીતરાગ દશા થતાં રાગદ્વેષનું ત ટળી જાય છે અને આત્મા એકલે શુદ્ધ અતરૂપે પ્રગટે છે. રાગીના સંગે રાગ પ્રગટે છે અને વિતરાગીના સંગથી તથા તેના ઉપદેશથી વીતરાગદશા પ્રગટે છે. દશમું રાગ સ્થાનક અને અગિયારમું શ્રેષયાનક એ બેમાં અઢાર પાપ સ્થાનકને સમાવેશ થાય છે. શ્રેષ કરનારાઓ પર દ્વેષ ન કરે અને રાગ કરનારાઓ પર રાગ ન કરે. જેમ જેમ રાગદ્વેષને ઉપશમભાવ, પશમભાવ, અને ક્ષાયિકભાવ થાય છે તેમ તેમ આત્મપ્રભુ તે તે ભાવે પ્રગટે છે. આત્માના શુદ્ધજ્ઞાનાનંદને આવિર્ભાવ કરવામાં રાગ અને દ્વેષ એ બે નડે છે. જેઓ રાગદ્વેષને નાશ કરે છે તેઓ અરિહંત થાય છે. મરિહંતા માત્મા છે અને આત્મા જ પોતે રાગદ્વેષ હણને અરિહંતજિન થાય છે. સત્તાવડે તે આત્મા અનાદિકાલથી અરિહંત છે પણ વ્યક્તિભાવે તે જ્યારે રાગદ્વેષને સર્વથા નાશ કરે છે ત્યારે અરિહંત થાય છે. શરીરમાં રહેલ આત્મા પોતે પોતાને અનુભવ કરે છે ત્યારે તે પરમાનંદ અનુભવે છે. આત્મબ્રહ્મ પરમેશ્વર કહે છે કે મનુષ્ય !! જે તમે જાતિ ધર્મ કેમ દેશમત સ્વાર્થીદિક ગે રાગ અને રેષને ત્યાગ કરશે તે હું તમારી પાસે છું-કોઈ ઠેકાણે રાગ અને રેષથી અન્યાય જૂલ્મ ખૂન ન કરે. વિધર્મીઓ પર દ્વેષ ન કરે. હે મનુષ્ય!!! વૈરને બદલે વૈરથી ન લે પણ વૈરને પ્રેમથી શમાવે. હે મનુષ્ય! મારી આજ્ઞા છે કે તમે રાગ દ્વેષના વિચારે છોડી દે. જો તમે મહને હદયમાં ધારણ કરવા ઇચ્છતા હોવ તે રાગ વૈરને હૃદયમાં પ્રવેશવા ન દે. હે મનુષ્ય !!રાગ રોષથી તમે પરસ્પર ધર્મશાસ્ત્ર મત ભેદે પક્ષાપક્ષી
For Private And Personal Use Only