________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે દેખવામાં વિદ્ધ કરનાર ક્રોધ છે. ક્રોધથી સર્વ ધર્મ સાધનાઓ નિલ જય છે. ક્રોધના ત્યાગથી આત્માની લબ્ધિથી પ્રગટે છે. ક્રોધ તેજ પોતાને શત્રુ છે. ક્રોધ અનેક પ્રસંગ પામીને પ્રગટે છે. આત્માને અનુભવ કરવામાં ક્રોધ વચ્ચે આડખીલી જે છે. ક્રોધથી કરોડ ગાઉ દૂર પ્રભુ છે, અને ક્ષમા શાંતિથી પ્રભુ પાસે છે. ક્રોધથી મનવા કાયાની અને આત્માની શક્તિઓ ઘટે છે અને આયુષ્ય, પ્રેમ, બુદ્ધિ, વગેરેને નાશ થાય છે. કરેડ પૂર્વ વર્ષપર્યંત યમ, નિયમ, આસન, પ્રાણાયામ, તપ કરવામાં આવે, પંચાગ્નિ સામે ધન કરવામાં આવે, તપ જપ ઉપાસના કરવામાં આવે તે પણ જે ઉચક્રોધ પ્રગટે તે તેથી કે ટિપૂર્વ વર્ષની ધર્મસાધના નિષ્ફળ જાય છે, છેવટે કોધરહિત મન થાય છે ત્યારે આત્માની પૂર્વશુદ્ધિરૂપ પરમેશ્વરપદ પ્રાપ્ત થાય છે. ક્રોધથી અહંકાર થાય છે અને અહંકારથી ક્રોધ થાય છે. જડજગની વસ્તુઓમાં આસક્ત થવાથી ક્રોધ કામ વગેરે કષાયે પ્રગટે છે. જડવસ્તુઓની અહંવૃત્તિથી અહંવૃતિ પ્રગટે છે. જવસ્તુઓમાં હું એવી બુદ્ધિ પ્રગટતાં પિતાના પાડેલા નામને અને શરીરાદિક પદાર્થરૂપ રૂપને અહંભાવ પ્રગટે છે તેથી અનેક પ્રકારને અહંકાર પ્રગટે છે, અહંકારથી સર્વ પ્રકારની પડતીને પ્રારંભ થાય છે. અનેક કારણેથી અહંકાર પ્રગટે છે. અહંકારનું મૂળ કારણ અજ્ઞાન છે. આત્માના અજ્ઞાનથી અહંકાર પ્રગટે છે તેથી સર્વ દુર્ગુણેની ઉત્પત્તિ થાય છે, વનરપતિના ભાવમાં ટકાને ત્રણ શેર વેચાયે તે વખતે માન રહ્યું ન હતું તે આ વખતે કઈ વસ્તુને અહંકાર કરો ? જે જે વરતુઓના સંગને અહંકાર કરે છે તેને વિયોગ થાય છે માટે રાવણની પેઠે અહંકાર કરે તે દુઃખ માટે છે. દુનિયામાં જે વસ્તુઓને અહંકાર કરવામાં આવે છે તે વસ્તુઓ રહેનાર નથી. રૂપ, બેલ, વિદ્યા, લક્ષ્મી, સત્તા, રાજ્ય, સિદ્ધિ, તપ, એશ્વર્ય, કુટુંબ વગેરે કોઈને પણ અહંકાર ભાન કરે તે મિથ્યા ભ્રાંતિ છે.
For Private And Personal Use Only