________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
નથી. મારૂ' જે કઈ છે તે અજ અવિનાશી બ્રહ્મ સ્વરૂપ છે. એ પ્રમાણે શુદ્ધાત્મા પ્રભુમાં મગ્ન થયેલા નમિરાજર્ષિની ઈન્દ્રે સ્તુતિ કરી અને પેાતાની ઇન્દ્રજાળ સંકેલી દીધી. નવનંદની સુવર્ણની ડુંગરીએ પણ તેની સાથે ગઈ નહીં. તેઓ હાથ ઘસતા અને રાતા મરી ગયા. આખી દુનિયાનુ ધન ધાન્ય પોતાની પાસે આવે અને તેથી જે મનમાં હર્ષાયમાન થૈને પ્રભુને ઉપકાર માને છે તે પ્રભુને આળખતેા નથી અને તેનાથી કરાડા ગાઉ દૂર પ્રભુ છે. પ્રભુને પ્રાર્થીને જે ધનાદિકની પ્રભુ પાસે યાચના કરે છે તેને પ્રભુ પ્રિય નથી પણ ધન વગેરે જડવતુ પ્રિય છે એવા જડ લોકોની પાસે ચેતન પ્રભુ હાતા નથી. ધન વગેરે જડ ક્ષણિક વસ્તુએ છે. તે પ્રભુ નથી અને તેની પ્રભુને ભેટ ચડાવવાથી પ્રભુ મળતા નથી. જડ વસ્તુઓ મણિરત્ન સુવણ વગેરેના પ્રભુને ખપ નથી. પ્રભુને જડ વસ્તુઓ પ્રિય નથી. જેને ધનપર અડુંતા મમતા છે અને પ્રભુ કરતાં તેની અનંતગુણી માયા આરાધના કરે છે તેની પાસે પ્રભુ નથી પણ શયતાન છે, આત્મારૂપ પ્રભુને પ્રિય ગણવા હાય તા ધનાદિક જડવતુએ હાય વા આવીને જાય તે પણ તેથી મમતા શાક ન થવે જોઇએ. ગરીબ દુઃખી વગેરેના ભલામાટે ધન વગે રૈના ઉપયોગ કરવા, ત્યાગીઓએ બ્રહ્મચર્ય અને પરિગ્રહવૃત્તિને ત્યાગ કરવા જોઇએ, અને આત્મપ્રભુમાં મન રાખવુ જોઈએ. જે મનુષ્યાએ ગૃહસ્થાવાસ સ્વીકાર્યાં હોય તેઓએ નિયમિત ખપ જેટલા અમૂાભાવે ધાન્યાદિક પરિગ્રહ રાખવા, પણ ધન તેજ સાધ્ય છે એવું જાણી તેમાં મેડ્ડી ન બનવું તથા ગૃહસ્થાવાસમાં પ્રજોત્પત્તિમાટે સ્ત્રી સમાગમમાં અમુક કાલે એક બે વખત આવવાની જરૂર છે એમ જાણી જે ગૃહા પ્રભુને પ્રાપ્ત કરવા સદાકાલ પ્રભુનું હૃદયમાં સ્મરણ કરે છે તેની પાસે પ્રભુનું હાજર રહેવુ થાય છે, પરિપૂર્ણ જ્ઞાન આનંદ શક્તિમય આત્મા તેજ પરમૈશ્વર પ્રભુ છે
For Private And Personal Use Only