________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાદશ પાપથાનકેથી મુક્ત થવાને વિચાર દર્શાવવામાં આવે છે. પ્રાણાતિપાત–પ્રાણુઓની હિંસા કરવી તે પ્રાણાતિપાત છે. દયામય હદય બનવાથી હિંસાબુદ્ધિને નાશ થાય છે. આત્મા પ્રભુને હિંસા ગમતી નથી. હિંસા કરવી તે પ્રભુના સ્વભાવથી વિરૂદ્ધ મેહ શયતાનને સ્વભાવ છે. દયામય હૃદયમાં પ્રભુને અનુભવ આવે છે. હિંસાબુદ્ધિને પરિણામ જેમ જેમ ટળે છે તેમ તેમ હૃદયમાં કારૂણ્ય પ્રભુનું પ્રાકટય થાય છે અને છેવટે શુદ્ધાત્મપ્રભુનું પ્રાકટય થાય છે. જ્યારે પરમાત્માનાં દર્શનની ઈચ્છા પ્રગટે છે ત્યારે સર્વ પહેલાં દયાદેવિીની સેવા કરવી પડે છે. દયા યાને અહિંસાક્ષી માતાના ઉદરમાંથી જેઓ જન્મીને બહાર પડે છે તેઓને પ્રભુરૂપ પિતાનું આ સન પ્રાપ્ત થાય છે અને તે જ સાચા પ્રભુના પુત્રો તરીકે પ્રગટે છે. દયા વિના કેઈ પણ રીતે આત્મપ્રભુની પ્રાપ્તિનો માર્ગ નથી. ૫શુઓ વગેરેની હિંસાબુદ્ધિ ટળ્યા વિના આત્માની શુદ્ધિ થતી નથી, અને આત્મશુદ્ધિ થયા વિના સત્ય આનંદ નથી. અન્ય જીને આત્મ સમાન જાણવાથી હિંસાવૃત્તિ ટળે છે. હિંસાવૃત્તિ તે પણ વૃત્તિ છે. મનવાણી કાયાથી હિંસાને ત્યાગ કરવાથી મનવાણી કાયાની શુદ્ધિ થાય છે. કેટલાક હિંસા પરિણામી દેવ અને દેવીઓ યક્ષે પ્રેતો વગેરે પણ શુદ્ધાત્મપ્રભુને પ્રાપ્ત કરી શકતા નથી. હૃદયમાં હિં. સાને પરિણામ રહેતું નથી ત્યારે હૃદયમાં પ્રભુને સાક્ષાત્કાર થાય છે. પ્રાણીઓની હિંસા કરવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી. સર્વ જીને પ્રાણ પ્રિય છે, કેઈને મરવું પ્રિય નથી, માટે અને પ્રાસેના નાશની બુદ્ધિપ્રવૃત્તિથી મુક્ત થવું. શત્રુઓના આત્માઓનું પણ અપ્રિય ન ઈચ્છવું અને અપ્રિય ન કરવું. શત્રુઓના પ્રાણેને નાશ કર્યાંથી તેઓની પોતાના પ્રતિની શત્રુત્વવૃત્તિ ટળી જતી નથી પણ શત્રુઓના આત્માને આત્મવત્ માની વર્તવાથી આત્માને પ્રકાશ થાય છે. હિંસામાં ધર્મ નથી પરંતુ અધર્મ છે. હિંસાથી
For Private And Personal Use Only