________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિયાવંત પદાર્થો દેખે છે તેને આત્મા માને છે. મન વાણી કાયા અને અષ્ટ પ્રકારનાં કર્મ તે સક્રિય છે. તે આત્મા નથી એમ નિશ્ચય કરે. રાગદ્વેષની પરિણતિ પણ અપેક્ષાએ સક્રિય વિકારી છે તેથી તે આત્મા નથી એમ નિશ્ચય કરી શુદ્ધાત્માને અદિયરૂપ અનુભવે કે જેથી આત્માને પૂર્ણાનન્દ અનુભવાય. રાગદ્વેષના વિચારે તે શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા સ્થિર ધ્રુવ છે. આમને આત્માની દૃષ્ટિથી દેખવામાં આવે છે તે અક્રિય છે અને રાગ દ્વેષ મોહ દષ્ટિથી સક્રિય છે. વ્યવહારનયથી આત્મા સક્રિય છે અને નિશ્ચયનયથી અક્રિય છે. તે બ્રહ્મ આત્મા દૂર છે અને તે પાસે છે. બહિરાભી અજ્ઞાનીઓથી આત્મા કરેડે ગાઉ દૂર છે અને જ્ઞાનીઓના હૃદયમાં પાસે છે. શ્રીમદ્દ પરમગી પરમજ્ઞાની શ્રીમદ્ આનંદઘનજી શ્રી ધર્મનાથના સ્તવનમાં
छ-दोडत दोडत दोडत दोडियो, जेती मननीरे दोड जिनेश्वर, प्रेमप्रतीत विचारो दूकडी, गुरुगम लेजोरे जोड, जिनेश्वर. धर्म ॥ ४ ॥ परमनिधान प्रगट मुख आगळे, जगत ओलंघी हो जाय, जिनेश्वर. ज्योतिविना जुओ जगदीशनो, अधोअंध पलाय. વિનેશ્વર, ધ પ . શ્રીમદ્ આનંદઘનજી કહે છે કે મનવડે પ્રભુને પામવા જેટલી મનની ગતિ હતી એટલે હું દે, પણ આત્માને પાપે નહીં. પણ જયારે આભાના પ્રેમની આત્મજ્ઞાનથી ધૂન લાગી ત્યારે મેં હૃદયમાં પ્રભુને દીઠા અને પ્રભુને પામે. ગીતાર્થગુરૂની ગમ લીધા વિના પ્રભુને પરખી શકાતા નથી માટે ત્યાગી જ્ઞાની અનુભવી સ્યાદ્વાદી ગીતાર્થ ગુના અનુભવને લઈ હે ભવ્ય ! તમે પ્રભુને પામવા પ્રયત્ન કરશે. વળી જ્ઞાની મહાત્મા જણાવે છે કે આત્મારૂપ પરમનિધાન આપણી જ્ઞાન અને હામે છે પણ તેને દુનિયાના લેક મેહથી અંધ બની ઓળંગીને જડવસ્તુઓમાં પૂર્ણનન્દ પ્રભુ શોધવા જાય છે, ત્યાં કયાંથી સુખ મળી શકે? આખે વિના અને સૂર્યના પ્રકાશ વિના આંધળાઓને -
For Private And Personal Use Only