________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तदेजति तन्नेजति तहरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदुसर्वस्यास्य बाह्यतः॥५॥
શબ્દાર્થ–તે ક્રિયા કરે છે, કંપે છે. તે ક્રિયા કરતું નથી, અક્રિય છે, અકંપ છે. તે દૂર છે તે સમીપ છે. તે સર્વના અંતરમાં છે. તે આ સર્વની બહાર છે.
અનુભવાઈ–બાહ્યકર્મષ્ટિથી, વા વ્યવહારષ્ટિથી આ ભત કરે છે, હાલે છે, ક્રિયા કરે છે એમ જણાય છે. બહિરાત્મીઓની–અજ્ઞાનીઓની દૃષ્ટિએ તે હાલતું ચાલતું સક્રિય દેખાય છે, પણ જ્ઞાનીઓની શુક્રનિશ્ચય દૃષ્ટિથી અક્રિય, નિષ્પકંપ, સ્થિર આત્મતત્ત્વ દેખાય છે. આત્મજ્ઞાનએ આત્માને અક્રિય દેખે છે કર્મyગલને સક્રિય દેખે છે. તેઓ કર્મ અને આત્મા બેને બેના વરૂપથી ભિન્ન ભિન્ન દેખે છે અર્થાત કર્મને સક્રિય દેખે છે અને આત્માને વસ્તુત આકાશની પેઠે અક્રિય દેખે છે. કર્મના સંબંઘથી આત્મા વ્યવહારે સક્રિય જણાય છે, પણ તે કર્મની ઉપાધિના લીધે જાણવું. સ્ફટિકમણિમાં જે રંગ ભાસે તેવું તે દેખાય છે. સ્ફટિકમણિની સામે લાલ પદાર્થ ધરવામાં આવે તે લાલ દેખાય છે અને કૃષ્ણરંગી પદાર્થ ધરવામાં આવે તે તે કૃષ્ણરંગી ભાસે છે. વસ્તુતઃ સ્ફટિકમણિ છે તે લાલ-રક્ત પણ નથી અને કૃષ્ણ પણ નથી. તેમજ આગગાડીમાં બેસનારને જેમ વૃક્ષ વગેરે ફરતાં લાગે છે પણ વરતુતઃ તે કરતાં નથી. તેમ આત્મા પણ વસ્તુતઃ અપ્રિય છે છતાં મહાદિકર્મથી–પમાન સક્રિય લાગે છે. કર્મવેગે આત્મા સક્રિય છે અને કમરહિત આત્મા નિષ્ક્રિય છે. સર્વ ક્રિયાઓમાં આત્મા અક્રિય છે. ક્રિયાઓ માત્ર પુદ્ગલ દ્રવ્યને છે અને આત્મા તે અક્રિય છે. એમ જાણ્યા પશ્ચાત આત્મા, સર્વ કર્મો કરતે છતે પણ ઉપયોગ અક્રિયરૂપે રહે છે. અજ્ઞાની જે જે
For Private And Personal Use Only