________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ આનંદ પ્રાપ્ત કરે. તેઓની સર્વ પ્રવૃત્તિ ખરેખર આનંદ પ્રાપ્ત કરવાને માટે છે, પણ આત્માને ઓળખ્યા વિના અને મેહને સર્વથા નાશ કરી આત્મરૂપ થયા વિના તેઓ જડવિષયેથી આનંદ મેળવી શક્તા નથી. જડવિષયે પણ આનંદ માટે કામ્ય છે પણ તે જડ હેવાથી તેમાં આનંદ નથી. આત્મામાં આનંદ છે એ દૃઢ નિશ્ચય કરી સર્વ બાહ્ય વસ્તુઓમાં થતે મેહ ટાળતાં આત્માના આનંદને અનુભવ થાય છે. માત્ર ત્રત્રનો આનંદ તેજ બ્રાનું રૂપ છે એ નિશ્ચય કરનારા બ્રહ્મજ્ઞાની છે તે આત્માનંદમાં મસ્ત હૈ અવધૂત બની સર્વત્ર બ્રહ્માનંદ દ્રષ્ટિએ વતે છે તે કોઈનાથી ભય પામતે નથી. આત્માનંદ ઉપર આવરણ કરનાર મિથ્થાબુદ્ધિ મેહ છે તેને આત્મજ્ઞાનથી નાશ થાય છે તેથી મનથી કપાયેલાં સર્વ દુખને નાશ થાય છે. આનંદભાવનાથી સર્વદા વ. દેહમાં વ્યાપી રહેલા આત્માને આનંદમય દેખે. ઘરમાન સંઘ, નિર્વિકાર નિરામ ધાનાણીના ન પારિત, નિરવે શરિયત | બુતિ પરમાનંદ સંપન્ન, નિર્વિકાર, નિરામય, એવું બ્રહ્મ નિજ દેહમાં રહેલ છે પણ ધ્યાનહીન મનુષ્ય પોતાના હૃદયમાં દેખી શકતા નથી. મનમાં સંકલ્પ વારીને આત્માના ઉપગમાં વર્તવું તેમ કરતાં ઈન્દ્રિય અને મનથી પર આત્માને આનંદ પ્રગટે છે, તે ત્રણ ભુવનમાં માઈ શકતું નથી. આત્મામાં રહેલા જ્ઞાનને વાયુની ઉપમા આપી છે. વાયુ જેમ સર્વ જીને પ્રાણ છે તેમ જ્ઞાનવાયુ તે સર્વાત્માઓને ભાવ પ્રાણ છે. જ્ઞાનથી આત્મા જીવતે છે. મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન એ પંચજ્ઞાન તેના ભેદે જેમાં વર્તે છે તે આત્મા બ્રહ્મ પરમેશ્વર ચેતન છે, એવા આત્માને દિલમાં શે! સર્વતીર્થરૂપ આત્મા છે એવા આત્માને ધ્યાનસમાધિશુદ્ધોપગથી પામી શુદ્ધાત્મ રૂપ બને ! સ્યાદ્વાદ દૃષ્ટિએ પરસ્પર આવતા વિરોધને પરિહાર કરીને આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.
For Private And Personal Use Only