________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહીએ તે જડ કમ છે તે આત્માને જડ લેવાથી વળગી શકે નહીં તથા આત્મા ઉત્પન્ન થયો એમ માનીએ તે આત્મા અનિત્ય કાયરૂપ થયે તેથી તે ઘટ પટની પેઠે ક્ષણ વિનાશી થાય, પરંતુ આત્મા અનિત્ય કાર્યરૂપ નથી. તે તે ગન છે અર્થાત્ કદાપિ ઉત્પન્ન ન થયેલે એવે છે તેથી આત્માની પૂર્વે કર્મ હતું, એમ પણ કહી શકાય નહિ. આત્મા પૂર્વે હતું અને પશ્ચાત્ કર્મ થયું એ બીજે પક્ષ પણ માની શકાય તેમ નથી, આત્મા પૂર્વે શુદ્ધ હશે તે પછી કમ લાગ્યું કેવી રીતે ? શુદ્ધાત્મા પિતે કંઈ કમ ગ્રહવાની ઈચ્છા કરે નહીં, શુદ્ધાત્માને અન્ય પરમેશ્વરે કમ લગાડ્યું એમ પણ માની શકાય નહિ. શુદ્ધાત્માને બીજા પરમેશ્વરે કામે લગાડયું એમ જ કહીએ તે તેમાં પરમેશ્વરને અન્યાય ગણાય. તેમજ જે પૂર્વથી શુદ્ધાત્મા હોય તે તે કંઈ પણ દેષ ન કરે અને કર્મ લાગે વા અન્ય લગાડે એવું બને નહીં. માટે એમજ કહેવું પડશે કે આત્મા અને કર્મ એ બેને સંગ અનાદિ કાળથી છે. વેદવેદાંતના આધારે આત્મા, જગત, કર્મ, ઈશ્વર, અનાદિકાળથી સિદ્ધ થાય છે. જયારે અનાદિકાળથી આત્માની સાથે કમને સંગ થયે છે તે તેને વિયોગ કેવી રીતે થાય તેના ઉત્તરમાં કહેવાનું કે–કમ જો કે અના દિકાળથી આત્માની સાથે લાગેલ છે તે પણ તે કર્મ, પર્યાયરૂપ છે અને તે પુણલના પર્યાયરૂપ છે તેથી સૂર્યના પ્રકાશથી જેમ વાદળાં વિખરાઈ જાય છે તેમ આત્માના પ્રકાશથી કર્મરૂપી વાદળો વિખરાઈ જાય છે. સુવર્ણની ખાણમાં માટીની સાથે સુવર્ણ હેય છે પણ અગવડે માટીને જુદી પાડી શકાય છે અને માટીના સંગે જેમ અશુદ્ધ સુવર્ણ કહેવાતું હતું તે જેમ માટીના વિયોગથી શુદ્ધ સુવર્ણ તરીકે ગણાય છે, તેમ કાર્યની ઉપાધિથી આત્મા, સત્તાએ શહ છતાં પણ અશુદ્ધ ગણાય છે અને કર્મની ઉપાધિ ટળતાં આ સા રાજક્તિભાવે શુદ્ધ ગણાય છે. બીજ અને તેમાંથી પ્રગટતું ફુલ,
For Private And Personal Use Only