________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) ૫૯. પતિવ્રતા ગુહલી. (૨૦૯)
ઓધવજી દેશે કહેજે શ્યામને–એ રાગ. પતિવ્રતા પ્રમદાના ધમેં સાંભળે, પ્રભાતકાલે વહેલી ઉઠે નારજે; મહામંત્ર પરમેષ્ઠીને મનમાં ગણે, દિનકૃત્યને કમથી કરે વિચારો. પતિવ્રતા. ૧ પ્રતિદિવસ લઘુતાથી વિનયે વતતી, પ્રેમે પડતી સાસુ સસરા પાય; ગૃહનાં કાર્ય કરે યતનાથી દેખીને, વૃદ્ધ બાલને ખવરાવીને ખાય છે. પતિવ્રતા ૨ નણંદ જેઠાણી જેઠ દીયર ને દાસીએ, વતે સદાચરણથી સહુની સાથ; ઠપકા મહેણ સહન કરે સહ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવનનાથજે. પતિવ્રતા ૩ બાલક વૃદ્ધોને સાચવતી પ્રેમથી, કદી ન કરતી કુટુમ્બ સાથે આરજે; મોટું પેટ કરીને સહુનું સાંભળે, પરપુરૂષથી કદી કરે નહિ યાર. પતિવ્રતા૪ મીઠા વચને બેલે સહુની સાથમાં, સુખદુખ વેળા રાખે મન સમભાવ;
For Private And Personal Use Only