________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજ દેશના આવેશમાં ઉપાય કરશે સેગણું, વેળા ગઈ આવે નહિ રાખે નહિ કાંઇ મણા. નિજદેશના ઉદ્ધાર કરવા ધર્મબંધુ જાગજે, અન્તરપ્રદેશી આતમાની ઉન્નતિમાં લાગજે, આત્મોન્નતિથી દેશ સઘળો સુધરશે ક્ષણવારમાં, વેળા મળી છે જ્ઞાનને ચઢતી છે ક્ષણવારમાં. ખરાખરીને ખેલ છે આ સમજી લે સંસારમાં, પામી અરે! તું મનુષ્યભવ દેશોન્નતિને હારમાં; રેશન્નતિમાં સહાય કરશે સર્વ દેવે પ્રેમથી, દેશોન્નતિ દીક્ષાથકી છે વ્રત ધાર્યા તે નેમથી. નિજદેશના શુભ ગ્રંથ વાંચી દેશની દાઝે ચઢે, નિજ અતુલ બળથી આત્મભેગે શત્રુની સાથે હૃઢ
જ્યનાદથી રેશન્નતિમાં બુદ્ધિસાગર ધમ છે, અધ્યાત્મભાવે ભવ્ય શિક્ષા સમજતાં શિવ શમ છે. ૮૭, સમભાવ સ્વરૂપ. (૩૨૨)
મનહર છંદ જનની સમાન સહુ લલનાને માની લેજે, પરધન પત્થર સમાન ચિત્ત ધાર; પિતાના ચેતન સમ સહુ જીવ ગણી લેઈ, મન વચ કાયાથી કેઈને ન મારજે.
For Private And Personal Use Only