________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ ) માયા પ્રકૃતિ બ્રહ્મ રે, સબલ ગુરૂ સર્વ દિસે; ચિદાનંદ સ્વરૂપે રે, પૂરણ ગુરૂ સત્ય દિસે. આતમ. ૨ આત્મ ગુરૂમાં પ્રગટતા, અનંત ધર્મો જાણ; અનંત ધર્મો પ્રગટશે, આતમ ગુરૂ પ્રમાણ, પૂર્ણ વૈરાટ રૂપેરે, ગુરૂ સહુ વિશ્વ સદા; ગુપ્ત જાહેર ગુરૂજી રે, અગ્ય ન દેખે કદા. આતમ. ૩ સત્ય સનાતન ગુરૂવિશે, જૈનધર્મ રહે સર્વ જૈનધર્મને જૈન છે, આતમ ગુરૂ અગવું, આત્મ ગુરૂમાં સમાયાં રે, સકલ દર્શન સમજે; તાણાતાણ વિવાદ રે, ત્યજી ગુરૂમાં રમો. સ્માતમ. ૪ આત્મ ગુરૂની ન નાત છે, આત્મ ગુરૂની ન જાત; આત્મ ગુરૂને ન વર્ણ છે, વેષ લિંગરીત ભાત, સહુમાં છે ને સહુથી રે, આતમ ગુરૂ ન્યારા સદા; નિરાકાર સાકાર રે, મરે નહીં માર્યા કદા.
આતમ. ૫ પરબ્રહ્મ મહાવીર છે, જગદ્ ગુરૂ ભગવાન; વર્તમાન વર્તે ગુરૂ, દેહ સહિત ગુણવાન, ગુણકર્મ થી ગીરે, અગી નિત્ય પ્રભુ સહુ કર્તા અકર્તા રે, ગુણાતીત સર્વ વિભુ. આતમ. ૬
સાખી. વિશ્વ ગુરૂની શક્તિયે, રહી નિજ ગુરૂની માંહ્ય, ઓછું ગુરૂમાં ન દેખતે, અધિક ન દેખે કયાંય, નિજગુરૂમાં જે રહિયુરે, રહ્યું સહુ વિશ્વ વિષે; નિજ ગુરૂમાં ન જે છે રે, અહો તે ન અન્ય દિસે. આતમ. ૭ પૂર્ણ સનાતન દિલ રહ્યા, શેધો દિલ સર્વત્ર; લય ઉત્પત્તિ જેહમાં, ધ્રુવતા નિત્ય છે યત્ર, ઉપાદાન સ્વયં છે રે, ગુરૂ બ્રહ્મ જિન દેવા; બુદ્ધિસાગર ગુરૂની રે, કરે સન્ત જન સેવા. આતમ, ૮
For Private And Personal Use Only