________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નવિષે વ્યભિચાર ન ઇછે, મેહ વિકારે મારે રે, સદ્દગુરૂના પ્રેમી તે સાચા, વેદય સંહારે રે. ગુરૂ. ૬ પ્રેમ પ્રેમ બોલે સહુ દુનિયા પ્રેમ સ્વરૂપ છે ન્યારું રે, જડમાં સુખની બુદ્ધિ ન થા, ગુરૂ બ્રહ્મ દિલ પારૂં રે ૪૨ ૭ હાડ માંસને ચામડી રાગી, પશુઓ માનવરૂપે રે, પ્રેમથકી લખ ચેજન આઘા, સત્ય પ્રેમ નહિં છપે છે. ગુરૂ ૮ વિષય વાસના જાગે નહિ મન, ત્યારે પ્રેમ પ્રકાશે રે; સદગુરૂના આતમ પૂજારી, સુખિયા ધારસે રે. ગુરૂ. ૯ સત્ય પ્રમાણિક મન કાયાથી, પાકારે રાગી રે, કલેશ નહીં ને કદાગ્રહી નહિ, સત્ય રાગીને ત્યાગી રે. ગુરૂ. ૧૦ આસક્તિ નહિ જડ વિષયમાં, કરે કાજ નિષ્કામી, અવગુણ ઉપર ગુણ જે કરતા, યમ નિયમ વિશ્રામી રે ગુરૂ. ૧૧ દેહાધ્યાસાદિકને જીતે, પ્રીતિ પ્રભુ પર રાખે રે, પ્રેમી સાચા નિસંગી તે, આનંદ અમૃત ચાખે છે. ગુરૂ. ૧૨ સદવર્તનમાં પ્રાણજ છ3; ગુરૂ પ્રેમ મસ્તાની રે, પ્રેમ સમાધિ પામે નિશ્ચય, અવધૂત આતમ જ્ઞાની છે. ગુરૂ. ૧૩ ગુરૂ ભકિતમાં કમથી ચડતા, પ્રકટયા દોષને ત્યાગે રે, પૂરી શ્રદ્ધા ગુરૂ પર મૂકી, આત્મરૂપમાં જાગે છે. ગુરૂ ૧૪ શમ દમ સંયમમાંહિ રાચે, ગુરૂ સેવા લયલીના રે, બુદ્ધિસાગર સદગુરૂ વરિયા, હેય ન ભકતે દીના રે. ગુરૂ. ૧૫
For Private And Personal Use Only