________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
)
( و
હતા તે મુખ્યતયા જ્ઞાનમાર્ગી હતા. સુરચંદભાઈ જેવા જ્ઞાનમાર્ગી શ્રાવક સાથે તેમને જ્ઞાન અને ક્રિયામાગની ચર્ચા ચાલ્યા કરતી હતી. નથુભાઈ ક્રિયા માગ હતા. સૂરચંદભાઈએ બે ગ્રન્થ બનાવ્યા છે. તે શ્રી આનંદ ધનજી મહારાજના એ કેક પદને ત્રણ ચાર કલાક સુધી અર્થ કરતા હતા, અને વિદ્વાન સાધુઓની સાથે જ્ઞાન ચર્ચા કરતા હતા. નથુભાઈ વ્યવહાર માર્ગ હતા અને સુરચંદભાઈ નિશ્ચયમાર્ગ હતા. પ્રભુપૂજા, ગુરૂવંદન, ઉપવાસ વગેરે કરવામાં સુરચંદભાઈ દઢ શ્રદ્ધાવાળા હતા. અલ્પજ્ઞાની સાધુને પણ સુરચંદભાઈ વાંદતા હતા તેમના પક્ષમાં દઢ હતા તે પણ છેવટેમારા પરિચયથી તેમના ઘણુ કદાગ્રહ દૂર થયા હતા, પશ્ચાતું નથુભાઈની સાથે તેમને ધર્મ બાબતમાં ચર્ચા થતી ન હતી. વિજુપુરમાં નથુભાઈના સેબતી વિશાશ્રીમાલી શેઠ દલસુખભાઈ સ્વરૂપચંદ હતા, તે અધ્યાતમ જ્ઞાની અને ગાભ્યાસી હતા. છેલ્લી અવસ્થામાં તેમણે મારી પાસે ગાભ્યાસ કર્યો હતે. તે ઘણું શાંત હતા. હાલમાં વિજાપુરમાં પૂર્વના જેવા થાતાઓ પ્રગટે એવું ઈચ્છાય છે. ગુરૂગીત ગુહલી સંગ્રહ ગ્રન્થમાં તેમની સ્મૃતિ નેંધવામાં આવે છે. કારણ કે તે ગુરૂભકત હતા. ગુરૂ માટે પ્રાણ આપનારા અને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તનારા હતા. દેશી નથુભાઈ ખરા ગુરૂભકત હતા. તેઓ કહેણી પ્રમાણે રહેણીના ધરનારા હતા. ગુરૂની સેવામાં પૂરા શૂરા હતા. તેમજ ગુરૂના નિંદકોને ઠેકાણે લાવનારા હતા. અમદાવાદવાળા. શેઠ લલુભાઈ રાયજીની પેઠે ગરીબોને દાન દેવામાં નથુભાઈ પણ યથાશકિતએ વર્તનારા હતા. આત્માને શરીરથી ભિન્ન જાણનારા હતા. ધાર્મિક પરોપકારી કાર્યમાં દેહાધ્યાસના ત્યાગી હતા. તેઓ સર્વ આગેવાની સલાહ લેઈ ધાર્મિક કાર્યો કરતા હતા. અવસરના જાણ હતા. ગુરૂભક્તિ માટે ચિગ્ય વિવેકથી વર્તનારા હતા. ગુરૂગીતમાં ગુરૂભકિત માટે કર્મયોગી ભકતનાં જે જે લક્ષણે દર્શાવ્યા છે તે દેશી નથુભાઈના આત્મામાં ખીલ્યાં હતાં. તેમને આત્મા સરલનિરહંકાર હતે. સત્યના આગ્રહી
For Private And Personal Use Only