________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) આનંદ છાયા સુખની ઉપર, ઝળકે દિલડું હર્ષે રે, ગુરૂ ભકત તે જ્ઞાની જાણે, બ્રહ્માનંદને વર્ષ છે. પરબ્રહ. ૪૩ ઉચ્ચ નીચ મારૂં હારૂં સહુ, ભેદ ભાવને વારે રે, ભકત શિરોમણિ તે જન જાણે, મેહવાસના મારે છે. પરબ્રહ્મ ૪૪ આળ ન દેત કેદની ઉપર, નિદા વિકથા વારે રે, સ્વાર્થિક પરમાર્થિક કાર્યોને, કરતે જીવન ધારે રે. પર. ૪૫ કરે ન બૂરૂં કેનું કયારે, પરનાં મર્મ ન ખેલે રે, સત્ય પથ્યને પ્રિય મધુરી, હિતકર વાણી બોલે છે. પર. ૪૬ પરનાં દુષણ પ્રાણ પડે પણ, વૈર ધરી ન પ્રકાશે રે, શત્રુઓના ગુણ ગ્રહે ને, રહે ગુરૂના વિશ્વાસે રે. પરબ્રહ્મ. ૪૭ ગુરૂ ભજતાં દુખ સંકટ આવે, ઉત્સવ ત્યારે માને રે, પરીષહે પડતાં નહીં હારે, રહે ગુરૂના જ્ઞાને રે. પરબ્રા. ૪૮ સહાય કરે સંકટમાં સહુને, દુશ્મનનું શુભ કરતે રે, ગુરૂ કહે તે રીતે વત, દીનપણું નહીં ધરતે રે. પરબ્રહા ૪૯ રાત્રી દિવસ ગુરૂ સેવા સારે, માગણ થઈ નહિ માગે રે, તેની હારે દેવ ચઢે છે, નિશ્ચય સાચા રાગે છે. પરબ્રહૃા. ૫૦ નામ રૂ૫ અહંતા કીર્તિ, ભૂલી ગુરૂમય થાવે રે, તેવા ભકતના દેવે સહુ, હરખે ગુણને ગાવે રે. પરબ્રા . ૫૧ ગુરૂ ખીજે ઠપકે દે ત્યારે, મનમાં પ્રેમે રીઝે રે; ગુરૂનું સઘળું સવળું માની, મનમાં લેશ ન ખીજે રે. પરબ્રહ્મ પર ગુરૂ રીજમાં દુનિયા સઘળી, કર્મોદયથી બીજે રે, હેયે પાછા પડે નહીં કયારે, સંકટમાંહિ સીજે રે. પરબ્રહ્મ. ૧૩ એવા ગુરૂ ભકતે મહાવીરે, કેવલ જ્ઞાની થાતા રે, અનંત નંદ ઘટે પ્રગટાવી, પરબ્રહ્મ પદ પાતા રે. પરબ્રહ્મ. ૫૪ ગુરૂ વરદાને શકિત ઈચ્છ, સંતની સંગત માગે રે, ગુરૂ સેવામાં મુકિત માને, પ્રગટયા દેષને ત્યાગે રે. પરબ્રહ્મ. ૫૫
For Private And Personal Use Only