________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિદાનંદ પરબ્રહ્મ ગુરૂને દેખે જો, પ્રકૃતિમાં ગુણ અવગુણ નહિ પેખે, આતમમાંહિ કર્મ દશા ઉવેજો, આતમમાં આપે નહિ કર્મો કર્યા જે. નામ રૂપને રહે નહિ અધ્યાસ, આતમ ગુરૂમાં ધારે તે વિશ્વાસ કીતિ પ્રતિષ્ઠાની નહિ મનમાં આશ, જડ ભાવમાં આત્મગુરૂ નહીં દેખતેજે. આમપ્રેમમાં સઘળા પ્રેમ સમાવેજો, આત્મ ગુરૂવણ અન્ય ને મનમાં લાવે; આત્મ ગુરૂ રૂપ વિશ્વ હૃદયમાં ભાવે જે, આત્મ ગુરૂ જગમાં આનંદે હાલત જે શુભાશુભ જગમાં કશું એ નહિ જોય જે, શુભાશુભ બુદ્ધિ ટળતાં અવલોય; કર્મ કરે પણ કમ સંગી નહિ હોય જે. પ્રકૃતિ ગુણમાં નહિ લેપાતે કદાજે. ગુરૂ શિખ માની સમજુ નર ને નાર રે, કર્મ કુશલતા ધારો થઈ હશિયાર જે; કર્મો કરતાં શુદ્ધ થશે જયકાર, ગુરૂ શરણાગતને સહુ સિદ્ધિ સંપજેજે. ગૃહસ્થ ધર્મને ત્યાગી ધમ વ્યવહાર રવાધિકારે કર્મ કરે નર નાર જે; ગુરૂ ભકિતથી સફલ થશે અવતાર, ગુરૂ ભકતને દોષ નહીં કમવિષેજે, ગુરૂ ભકતેને ગુણ કર્મો નહીં ખાય છે, માયા આવરતી નહિ કરે પસાજે,
i
For Private And Personal Use Only