________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
સંમતિ કાયના જુક તો, બપોર જ થાય મક કાકા , ચાતાં ૩. ()
સમ્યકત્વદાતા ગુરૂનું બહુમાન કરવું તેમની સેવા ભકિતમાં તન મન ધનનું અર્પણ કરવું. તેમનું મન પ્રસન્ન રહે એમ પ્રવર્તવું ગુરૂ આગળ પિતાનું ડહાપણ ન ઓળવું. નાસ્તિક પાખંડી કુતર્કવાદીઓની સંગતથી દૂર રહેવું અને ગુરૂ જેની સંગતિ કરવાનું કહે તેની સંગતિ કરવી, ગુરૂની માનપૂજા ઈચ્છવી પણ પોતાની માન પૂજા ન ઇચ્છવી એજ ખરા શિષ્ય ભકતનાં લક્ષણ છે. ગુરૂના બોલને તથાતિ કહીને વધાવ. ગુરૂ જે કંઈ બોલે છે તે ભકત શિષ્યના હિતાર્થે છે, એમ જ્યારે ભકત શિષ્યોને નિશ્ચય થાય છે, ત્યારે ભકત શિષ્યમાં અલોકિક બળ પ્રગટે છે. ગુરૂ જે કંઈ કરે વા. કહે તેનું રહસ્ય ન જાણવામાં આવે છે પણ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સુખ શાન્તિ મેક્ષ છે. આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞાથી હલાહલ વિષ પીવામાં આત્મોન્નતિ છે અને અજ્ઞાનીની આજ્ઞાથી અમૃત પીવામાં પણ આત્મહાનિ છે. આત્મજ્ઞાની ગુરૂની પરીક્ષાની કસેટીમાંથી પસાર થયા વિના આત્મશકિતની પ્રાપ્તિ થતી નથી. ગુરૂએમની પાસે આવીને નરા નાસ્તિક પિતાની ભૂલથી પાછા પડે છે, અને સગરાએ ગુરૂની શ્રદ્ધા પ્રીતિથી ગુરુ માટે સર્વસ્વને ભેગ આપી આત્માની શકિતને પ્રાપ્ત કરે છે. ગુરૂ પ્રેમ સમાન કે પ્રેમ નથી. Jરૂએ સેવા ભકિત કરનારાઓને પિતાના હદયનું સર્વસ્વ આપી દે છે. ગુરૂની આજ્ઞાના આશયે જાણીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં આવે તેમાં કઈ આશ્ચર્ય નથી, પરંતુ ગુરૂની આજ્ઞાને આશય નહીં જાણવામાં આવે અને ગુરૂની આજ્ઞામાં પૂર્ણ શ્રદ્ધા રખાય ત્યારે ગુરૂની શ્રદ્ધાની મહત્તા અંકાય છે. સેનાપતિની આજ્ઞા પ્રમાણે સિંનિકે યુદ્ધમાં વતે છે, તે તે જયજીવન પામે છે. સેનાપતિને હુકમેનું રહસ્ય સમજાય તેજ યુદ્ધમાં પ્રવૃત્તિ યા નિવૃત્તિ કરવી એવું સિનિકે માની બેસે તે તેઓ યુદ્ધ કરવાને લાયક રહી શકતા નથી તે પ્રમાણે ગુરૂની આજ્ઞા બાબતમાં ભકતશિષ્યાનું જાણવું.
For Private And Personal Use Only