________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દ બોલ્યા વિના તેમના જ્ઞાતા ગ્રાહક થવું અને ગુરુની સાથે વિકટમાર્ગમાંથી દાખ સહી વિશ્વાસી પસાર થવું એ ગુરૂપદની ભક્તિ સેવા છે એમ જાણ ભકતએ પ્રવર્તવું. ગુરૂ જે જે આજ્ઞા કરે તે આરાનું રહસ્ય ન સમજાય તે પણ શ્રદ્ધા પ્રેમથી પ્રવર્તવું અને જીવન મરણમાં નિસ્પૃહ બનવું એ ઉત્તમ ભાવનાનું કર્તવ્ય છે. ઉત્તમ ભકતશિષ્યને જ ગુરૂ પિતાનું હૃદય આપે છે. રાજય દેશની સત્તા આદિ પણ ગુરૂની આગળ નાકના મેલ સમાન છે એવા જેને નિશ્ચય થાય છે તેને અન્ય કોઈ ઉત્તમ પ્રાપ્તવ્ય સેવ્ય નથી. તથા ગુરૂ સમાન અન્ય કોઈ ઉપકારક નથી એવા દઢનિશ્ચયને આચરણમાં જેઓ મૂકે છે તેઓ ગુરૂના મહાલવ શિષ્ય બને છે. ગુરૂના આત્માની સાથે રહેલી પ્રકૃતિની અપેક્ષાએ કહેવાતા ગુણ
ને આત્માના ગુણ દેવ તરીકે ન માનવા. આમ ગુરૂની સાથે રહેલી પ્રકૃતિમાં આત્મ ગુરૂભાવ ન ધાર પણ તે આત્મ ગુરૂ પામવામાં અપેક્ષાએ અત્યંત ઉપકારી છે એમ જાણી તેને વિવેકથી ઉપયોગ કર. આત્માની સાથે રહેલી પ્રકૃતિ સાકાર છે. પ્રકૃતિ રૂપસાધનથી આત્મા અન્ય લેક પર ઉપકાર કરે છે તથા પિતાની ઉન્નતિ કરે છે માટે આત્માની સાથે રહેલી મન વાણી કાયા આદિ પ્રકૃતિ પણ નિમિત્ત ગુરૂ છે એમ જાણવાથી સાકાર ગુરૂનું મહત્વ આરાધકત્વ સમજાય છે. સર્વ વિશ્વમાં આત્મા ગુરૂ પતે પ્રકૃતિની સહાયે શુરૂતાનાં કાર્યો કરી અને કલેકેને ઉદ્ધાર કરી શકે છે માટે શરીર વિનાના નિરાકાર ગુરૂ કરતાં શરીરવાળા સાકારગુરૂ અનંતગણ ઉપકારી છે એમ જાણી ગુરૂની સેવાભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. સેવાભક્તિમાં કોઇપણ જાતને સંશય ન રાખવે અને સકામબુદ્ધિ કરતાં નિષ્કામબુદ્ધિ રાખીને પ્રવર્તવામાં અનંતગણું ફલ છે. કલિકાલમાં ગુરૂને આધાર માટે છે. જ્ઞાનાદિદાયક ગુરૂને કેટિ લવ સુધી કેટિ ઉપાયે કરતાં હામે પ્રત્યુપકાર થઈ શકતું નથી. કહ્યું છે કે –
For Private And Personal Use Only