________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) ગુરૂમાં મન રાખીને સઘળાં, કાર્ય કરે સ્વાધિકાર રે, આત્મગુરૂમાં મન ચેલાને, લયલીન થઈ જે ધારે રે. સદ્દગુરૂ. ૯ સાચું ગુરૂથી સગપણ ધારે, થાય સકલ હિતકારી રે; મત ૫થ વેષાચારે ન મુંકે, આત્મગુરૂ અવધારી રે. સદગુરૂ: ૧૦ ગુરૂને માટે અર્પે પ્રાણે, દિલમાં ભેદ ન રાખે રે, અંતરુ બાહિરૂ ગુરૂને દેખી, પ્રેમે ગુરૂરસ ચાખે રે. સદગુરૂ. ૧૧ ગુરૂ રહસ્ય છૂપાં રાખે, પ્રાણ પડે નહીં ભાખે રે; ગુરૂથી મનડું ન છૂપું રાખે, આનંદ રસ તે ચાખેરે. સદ્દગુરૂ. ૧૨ સદ્દગુરૂને પિતાની વચ્ચે, પડદે લેશ ન રાખે રે, પડદા કરનારા દુષ્ટને, છતી મારી નાખે છે. સદગુરૂ. ૧૩ ગુરૂનું નામ હદય જીહા પર, ધારી કર્મ કરતે રે; વિપત્તિ દુર્ભાગ્ય દશામાં, ગુરૂને નહિ વિસર છે. સદગુરૂ. ૧૪ ગુરૂ હુકમથી ધર્મ ન બીજે, માને ન મુક્તિ બીજી રે, ગુરૂની આગળ શાસ્ત્ર પંથને, માને ન બીજે રીઝી રે. સદ્દગુરૂ. ૧૫ ગુરૂમાં પ્રેમ સમાધિ લાગે, બ્રાન્તિ સઘળી ભાગે રે, વતે ગુરૂથી સાચા રાગે, ઉઘતે તે જાગે રે. સદગુરૂ. ૧૬ ગુરૂ પ્રીતિ વણ દુનિયા મરેલી, તેથી લેશ ન બીવે રે. ઘટ ઘટ બ્રહ્મગુરૂ અનુભવીને, કર્મયોગી બની જીવે રે. સરૂ. ૧૭ સર્વ વેળા ગુરૂની સેવામાં, તન ધન પ્રાણ સમરે રે, સર્વ વિશ્વમાં વ્યાપક સદગુરૂ, તેને પ્રેમે તપે છે. સદ્દગુરૂ. ૧૮ ગુરૂમાં રાચે ગુરૂમાં માચે, દુનિયા દિવાની દેખે રે; બુદ્ધિસાગર સદગુરૂ જગમાં, એકજ સાચા પેખે રે. સદ્દગુરૂ. ૧૯
For Private And Personal Use Only