________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) ભકત શિષ્યના પાત્ર નહીં જે, ગુરૂ આજ્ઞાએ ન વર્તે રે, ક્ષણ ક્ષણ મન પલટાતું જેનું, સત્યપણે ન પ્રવર્તે છે. ગુરૂ. ૧૭ ગુરૂને વાંક જુવે નહીં નિજને, અવળને ઉન્માદી રે, લગની ન ગુરૂ પર જેની લાગે, દુષ્ટને વાદ વિવાદી રે. ગુરૂ. ૧૮ દુર્જનથી સદ્દગુરૂ છે રે, પ્રેમીને ગુરૂ પાસે રે; બુદ્ધિસાગર સદ્દગુરૂ પામે, વતે જે વિશ્વાસે રે. ગુરૂ. ૧૯
( ૩૭ ). गुरुने पामनाराओनां लक्षण.
धन धन संप्रति साचो राजा. સદગુરૂને પામે સંસ્કારી, પ્રેમી નર ને નારી રે, વિનયી વિવેકી ને શ્રદ્ધાલુ, સદગુણ દષ્ટિ ધારી રે.
સદ્દગુરૂ. ૧ ગુરૂસેવા જેના મન હાલી, સત્ય પ્રેમ અવતારી રે, દ્રવ્ય ક્ષેત્ર કાલભાવને જાણે, ગુરૂ પદ ધૂલી પૂજારી રે. સદ્દગુરૂ. ૨ છતી જોગવાઈ ગુરૂનાં દર્શન, પૂજન કરી જે ખાવે રે, હરતાં ફરતાં જ્યાં બેસે ત્યાં જાપ જપી ગુણ ગાવે રે. સદ્દગુરૂ. ૩ મિથ્યા જૂદાં દેવ દેવીને, પ્રભુની નહીં કંઈ પરવા રે; જેના મનમાં એકજ નિશ્ચય, પ્રેમે ગુરૂને વરવા રે. સદગુરૂ. ૪ ગુરૂ રીઝે તે રીતે પ્રવર્તે, ભકિતમાં રાખે ન બાકી રે, સ્વાર્પણ કરતે ગુરૂને પ્યારું, કર્મચાગી દિલ ખાખી રે, સદગુરૂ. ૫ ગુરૂથી જૂદ માન ન ઈચછે, ગુરૂપ થઈને જીવે રે, ગુરૂ ખવરાવ્યું પ્રેમે ખાતે, પાયું પાણી પીવે રે, સદ્દગુરૂ. ૬ ગુરૂ દર્શન વણ ક્ષણ પણ કટિ, વર્ષો સમ મને લાગે રે. ગુરૂ વણ જીવું ન જેને ગમતું, ગુરૂ પ્રેમે ઘટ જાગેરે. સદગુરૂ. ૭ પૂર્ણ બ્રહ્મગુરૂમાં નહીં દે, પ્રકૃતિ ગુણ નહીં ભાસે રે, પૂર્ણ પ્રેમમાં માને છે, જીવે બ્રા વિલાસે રે, સદગુરૂ. ૮
For Private And Personal Use Only