________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) રગેરગમાં નસોનસમાં, તમારા પ્રેમનું લેાહી; વહે છે પૂર્ણ શ્રદ્ધાએ, કરે મારું રૂચે જે તે. સમર્પણ સહુ કર્યું તમને, ભવોભવમાં તમારે છું; અમારે તું કહે મુખથી, પછીથી ઈચ્છવાનું શું ? તમારા દેહની છાયા, બન્યામાં ભક્તિ છે સાચી; તમે તે હું પછી આગળ, રહે ના હું અને તું એ. તમારા ચિત્તમાં આવે, અમારા ચિત્તમાં પ્રગટે; વિચારના સકલ તારે, પરસ્પરમાં સકલ પ્રગટે. પરામાં સત્ય સંકલ્પ, ઉઠે છે સદ્દગુરે !! પ્રેમે; બુદ્ધયબ્ધિ સદ્ગર હારૂં, શરણ સાચું કર્યુ ભાવે.
(૩૫)
गुरुनी संगति. સહીયર સુણજે રે ભગવતી સૂત્રની વાણું. એ રાગ. કરજે ગુરૂની રે, સંગત નરને નારી-જ્ઞાની થાશે રે
ગુણ ગણના અવતારી. કરજે. ગુરૂ દીને દેવતા સદ્દગુરૂ, બત્રીશ ઉપમા ધારી, ગુરૂવિના જગમાં અંધારૂ, ગતિ ગુરૂની ન્યારી, જગ ઉપકારી, જાઉ હું બલિહારી
કરજે. ૧ દીવાથી દી પ્રગટાત, જ્ઞાન ગુરૂથી આવે, ગુરૂવિના સહુ દેષ ટળે નહીં, ગુણો પ્રગટતા ભાવે કરજે. ૨ શ્રદ્ધા પ્રેમથી ગુરૂ વચનની, અસર હૃદય પર થાવે, શ્રદ્ધા પ્રેમ વિનય સેવાથી, ગુરૂ રીઝે શુભ દાવે. કરજે. ૩ ગુરૂ વિનયે વિદ્યા ઘટ પ્રગટે, આશીર્વાદે ફળતા શાપદોષ અજ્ઞાન અવિદ્યા, દુર્ગણ સઘળા ટળતા. કરજો. ૪
For Private And Personal Use Only