________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯). ગુરે તમને સકલ સેંચું, અમોએ જે ગયું હાલું. તમે જે જે કરે તે તે, અમેએ સત્ય નિર્ધાયું. તમારાં જ્યાં પડયાં પગલાં, અમારાં તીર્થ ત્યાં સઘળાં; તમારા ગાન સુણવાને, બની મૃગને મધું ગમતું. તમારા પ્રેમને માટે, મહી જલ વાયુને અગ્નિ, થવું આકાશ મનગમતું, ગમે ના ભિન્ન થાવાનું. ગમે તે ચાહે તે કરશે, પરંતુ પાસમાં રાખો; તમારા આત્મમાં હું છું, રહી ના ચાહના બીજી. તમારું રૂપ જોવાને, પતંગઉ બની જાઉ, મરીને તવ રૂપે થાવું, પરપ્રેમે મળી જાઉં. અનંતાં નામ રૂપમાં, ગુરે !!તવ પ્રેમ તે છું; નથી સત્ સત્ થકી જૂદુ, તમે હું એક રૂપે છું. અસત્ જડને અસત્ મળતું, મળે સતને પરબ્રહ્મ; સદા છે મેળ સત્તાએ, સ્વભાવે હુ મજે પ્રેમે. તમારાં ગાન કરવાને, બનીને સર્વ વાગે; અલૈકિક પ્રેમથી છવી, જીવાડીશું જગત્ સઘળું. તમારા ચિત્ત ચરણમાં, રહ્યાં તીર્થો સકલ નક્કી; તમારાથી ન કે અધિકું, અમારા છો ભવોભવમાં. હલાહલ ઝેર પાવે તે, ગણી અમૃત પર પ્રેમે; અમારે તુત પીવાનું, હૃદયની પૂર્ણ શ્રદ્ધાથી. અનંતીવાર જભ્યોને, મર્યો દેહાદિને માટે, હવે તે જન્મ મરણે સહ, તમારી ભક્તિ હેતે છે. ભલે કોઈ પ્રેમ વહેલા કહે, કહે કેઈ અન્ધશ્રદ્ધાલ; તમારા પ્રેમવણ શાસ, વિવાદે ન જરા ખ૫ના. કરડે વિશ્વમાં ધર્મો, કરે શાસ્ત્ર મત પન્થ; અમારે તે તવાણાએ, પ્રવૃત્તિ એજ છે મુકિત.
For Private And Personal Use Only