________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૧) લાગ્યું કે હે પ્રભે! મેં આપને
ઉપાધિમાં નાખ્યા તેથી હું મહા ક્ષમાકર મુનીન્દ્રનો અપરાધી ઠર્યો છું, એમ કહી રૂદન રાજાને બોધ કરવા લાગ્યા. ગુરુરાજે બોધ
આપવા માંડયા, હે રાજન ! મેહ માયાના આધીન થએલે જીવ અનેક પ્રકારની ઈચ્છાઓ કરે છે મન વચન અને કાયાથી જીવોની હિંસા કરે છે, કરાવે છે અને કરવાને અનુદે છે. પશ્ચિમાન્ય લોકોના સહવાસથી લોકોની આસ્તિકતા ટળતી જાય છે. અને હિંસાના વ્યાપાર વૃદ્ધિ પામતા જાય છે. પણ તેથી આત્માથી જીવ બાહ્યની મેટાઈ માટે રાચતા નાચતા નથીવિદ્યાને દરૂપયોગ કરતા નથી. હિંસાના કાર્યમાં વિદ્યાને ઉપગ કરતા નથી. અહિંસા પરમો ધર્મ: આ સૂત્રનું યથાર્થ પાલન કરવાના પ્રયત્ન કરે છે. હે રાજન ! તું પણ હવે તત્ત્વજ્ઞાન પામીને આત્માભિમુખ પ્રવૃત્તિ કરજે, મેહમાયાના વિચારને રોકી આત્મસંયમમાં પ્રવૃત્તિ કરવી, આત્માના ગુણાનું ધ્યાન કરવું, અન્તરથી સદાકાળ ન્યારા રહેવું. જગતનો કોઈપણ દશ્યપદાર્થ આત્માને નથી. સ્વાર્થમય જગમાં સુખની આશા રાખવી વ્યર્થ છે. આત્મા અજ છે, નિત્ય છે, સચ્ચિદાનંદ સ્વરૂપમય છે, તેના સ્વરૂપમાં રમણતા કરવી, જે પદાર્થો ક્ષણિક છે, તેમાં કેમ રાચવું. જગમાં રહા છતાં રાગદ્વેષથી ન લેપાતાં આત્માની ઉપાસના કરવી જોઈએ. કોઈ પણ જીવને મારવા નહિ. ઉપાધિ રોગ છતાં
For Private And Personal Use Only