________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
વિનયરન્ય. ઉંડી અસર કરે છે સાથ્વીવર્ગથી સંસાર સુધરે છે. સ્ત્રીને સારી રીતે સમજાવનાર સાધ્વીઓ છે. સાથ્વીનાં પવીત્ર આચરણેથી બોલ્યા વિના પણ સ્ત્રીવર્ગ તથા પુરૂષ વર્ગ ઉપર હજાર ગણું અસર કરે છે. જેનવર્ગમાં સાધ્વી થવાનો રીવાજ અનાદિકાળને છે. જેનધર્મનો ઉપદેશ આપનારી સાધ્વીઓની સંખ્યા જ્ઞાનથી વૃદ્ધિ પામે તો શિધ્ર ઉન્નતિ થાય. અન્ય કોમમાં સાધ્વીઓ થવાને રીવાજ નથી. તેથી પુનર્લગ્નનો પ્રચાર વધતો જાય છે ત્યારે જેન વર્ગમાં પ્રાએ આમાનું કશું જોવામાં આવતું નથી. જેનવર્ગમાં જે સ્ત્રી રાંડે છે તે સાધ્વી થઈ બ્રહ્મચર્ય પાળે છે. અને તેને પિતાની તથા દુનિયાની ઉન્નતી માટે આત્મભેગ આપ હોય તે સાધ્વીને ગુરૂ કરી ચારિત્ર અંગીકાર કરે છે, અભક્ષ્ય આહાર ટાળી આહાર વખતસર ભક્ષણ કરે છે, અનેક પ્રકારના તને અનેક ભાષાથી અભ્યાસ કરે છે. નાત જાતને ભેદ રાખ્યા વિના સર્વની સાથે મિત્રીભાવ રાખી ધર્મપદેશ આપે છે. અનાચારમાં મગ્ન થએલી ઘણું સ્ત્રીઓને સુધારી સમાગમાં લાવે છે. પગાર લેતાં નથી. પૈસો પાસે રાખતાં નથી. કહેણું એને રહેણુંથી ખરેખર સાધ્વીઓ સ્ત્રીઓના હૃદયમાં ઉંડી અસર કરે છે. પતિખુન, ચોરી, જારી, માંસ, મદિરા; કલેશ, અજ્ઞાન, કુસંપ, વગેરે દુર્ગુણોને નાશ કરવામાં સરકાર પણ પ્રાય સ્ત્રીવર્ગ ઉપર હુકમ ન ચલાવી શકે ત્યારે તેવા સ્થાને સાધ્વીઓ ઉપદેશથી અને રહેણુથી ઉંડી અસર
For Private And Personal Use Only