________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ.
(૪૯) શકીએ એમાં કાંઈ આશ્ચર્ય નથી. ગુરૂઓએ પણ શિષ્યોના આત્માની ઉચ્ચ સ્થિતિ થાય તેમ વર્તવું જોઈએ. ગુલામની બુદ્ધિથી શિષ્યને ન જેવા જોઈએ, શ્રીસદગુરૂને ખરા અંત:કરણથી જે વિનય કરે છે તેને દેવતાઓ સહાય કરે છે. શિષ્યો પોતાના ગુરૂ કરતાં અન્ય ગુરૂઓને વખાણે, તેમને સારા ગણે, તેમાં તેઓ વિચારે તે માલુમ પડશે કે પોતાના ગુરૂના ગુણ ગાતાં આત્માનું વિશેષતઃ હિત થઈ શકે છે. ગુરૂ સંબંધી એક પણ અશુભ વિચાર મનમાં ન પ્રકટ થવા દે. લોકોને દેખાડવાને માટે અને લેકમાં કીર્તિ થાય વા કંઈ ગરજ લેઈ ઉપર ઉપરથી ગુરૂને વિનય કરવાથી આત્મહિત સાધી શકાતું નથી. કેટલાક તે બહુ માનપૂર્વક ગુરૂને વિનય કરે છે, કેટલાક અંદરથી વિનય કરે છે પણ બાહ્યમાં અવિનયી જણાય છે. કેટલાક બાહ્ય અને અંતરથી વિનય સેવે છે. વિનયથી સદ્ગુરૂને આત્મા પ્રસન્ન થાય છે. વિનયથી શિષ્યના અનેક દોષોને નાશ થાય છે. વિનયનું ફળ મળ્યા વિના રહેતું નથી. ભવ્ય શિએ શ્રી સશુરૂ મુનિરાજની આજ્ઞા માની વિનય સેવવો. ગુરૂ મહારાજની આજ્ઞા અમૃતની પેઠે ગણી તુરત અંગીકાર કરવી. ગુરૂનું વચન કદી લેપવું નહિ. રાજપુત્ર વગેરેના કરતાં શિખ્યાને વિનય અલોકિક લેવો જોઈએ.
શિષ્યને વિનયથી જગના જે પણ વિનય કરતાં
For Private And Personal Use Only