________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરને.
( ૪૭ ) એટલાથી કંઈ આ ન્નતિ થઈ શકતી નથી. ગુરૂના શિષ્ય થયા બાદ આન્નતિના હેતુઓ અવલંબવા જોઈએ. ગુરૂને વિનય કરવામાં ખામી ન રાખવી જોઈએ. ગુરૂ ઉઠે કે ઉભા થવું, ગુરૂની વાણું પ્રેમપૂર્વક સાંભળવી, ગુરૂ મહારાજ ક્રોધ કરે તો સમતા ધારણ કરવી, ગુરૂમહારાજના સામું ન બેસવું, શ્રીસશુરૂની આજ્ઞાનુસાર સદ્વર્તન રાખવું, ગુરૂના સામું અપમાન થાય તેમ બોલવું નહિ, ગુરૂની આજ્ઞા બહુમાન ભક્તિપૂર્વક વધાવી લેવી. ગુરૂમહારાજની સારી રીતે ભક્તિ કરવી જોઈએ, ગુરૂમહારાજના વિચારની સાથે પોતાના વિચાર મળતા ન આવે તે માધ્યચ્યતા ધારણ કરવી. અને જેમ સ્વપરનું હિત થાય તેમ પ્રવર્તવું. દીક્ષા આપનાર મુનિગુરૂની આહાર પાણીથી ભકિત કરવી, ગુરૂની સલાહ પ્રમાણે દરેક કાર્ય કરવાં. ગ્રહણ કરેલાં વ્રતમાં દોષ ન લાગે તેમ પ્રવૃત્તિ કરવી જોઈએ, શિષ્ય થયા બાદ લેક તરફથી માન મળે કે ફુલાઈ જવું જોઈએ નહિ, કેટલાક શિષ્ય તો પોતાના ગુરૂને હિસાબમાં ગણતા નથી. મનમાં એમ સમજે છે કે ગુરૂમાં અમારા જેટલું જ્ઞાન નથી, આવી તેમની કુબુદ્ધિથી વિનય સેવી શકતા નથી. કેટલાક વિનય શિષ્ય ગરજ હોય ત્યાં સુધી ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તે છે. પશ્ચાત્ ગુરૂને હિસાબમાં ગણતા નથી, પણ સમજવું જોઈએ કે
For Private And Personal Use Only