________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
( ૪૫ ) સંકટમાં સહાય કરવી, તેમની નિંદા કરવી નહિ. તેમ કોઈ નિંદા કરે તે સાંભળવી નહિ. નિંદા કરનારને સમજાવી વાવે. સમકિતપ્રદ ગૃહસ્થમાં જે જે ગુણો હાય તેની અનુમોદના કરવી. તેમને મન વચન કાયાથી વિનય સાચવવો. કોઈ ગૃહ કોઈ જીવને સમક્તિ પમાડયું પશ્ચાત સમકિત પામનાર સાધુ થાય તે ગૃહસ્થ સમકિત દાયકને વ્યવહારથી વંદન કરે નહિ, પણ હૃદયના ભાવથી વંદન કરે. બહ્યિ શરીરાદિકથી કરે નહિ, કારણ કે તે છઠ્ઠા ગુણસ્થાનકે ચઢયો. સાધુ માર્ગ, ધર્મનો રાજમાર્ગ છે, માટે તેને લોપ થાય નહિ. શાસ્ત્રથી દેષ આવે નહિ તે પ્રમાણે વર્તે. શ્રી મહાવીર સ્વામિએ ચતુર્વિધ સંઘમાં સાધુનો વર્ગ
પ્રથમ સંઘ તરીકે સ્થાપન કર્યો છે.
સાધુવર્ગ રાજાને પણ રાજા છે. શ્રીસાધુને વિનય.
મહાવીર સ્વામી તીર્થકરને થયાં હાલ બે હજાર ચારને પાંત્રીસ વર્ષ થયાં, ત્યારથી સાધુ સાધ્વી નો પ્રવાહ અખંડીત્યા ચાલ્યા આવે છે. ગૌતમસ્વામી, ભદ્રબાહ, ઉમાસ્વાતિ, સિદ્ધસેન, હરિભદ્ર, મદ્વવાદી, કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર, યશોવિજયજી ઉપાધ્યાય વગેરે આચાર્યો, ઉપાધ્યાયે સર્વ સાધુઓજ થાય છે. ધર્મના પ્રવર્તક સાધુએજ છે. યતિ, ભિક્ષુક, શ્રમણ મહાણું વગેરે
For Private And Personal Use Only