________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન.
( ૪૧ ) કર્યો હતે. મુનિવર્ગ ઉપદેશક હોય
છે. ગામેગામ વિહાર કરીને તેઓ સાધુ તરીકે ધર્મગુરૂ
ધર્મને ફેલાવો કરે છે. અનેક જીવને હોય તેનો વિનય.
ધમની શ્રદ્ધા કરાવે છે, માટે મુખ્યરીત્યા સાધુઓ વિશેષત: ધર્મગુરૂઓ હોય છે તેમજ ધર્માચાર્ય તરીકે સાધવીઓ પણ હોય છે. તેથી જગતના જીવોની તેમના પ્રતિ અપૂર્વ પ્રીતિ, ભક્તિ રહે છે. તે ખરેખર યોગ્ય છે. કોઈના ધર્માચાર્ય, કર્મને ભ્રષ્ટસ્થિતિમાં આવી પડે છે, તો પણ તે બદલાતા નથી, વા તેમને ઉપકાર જતે રહેતે નથી. સમત્વ દાનના દાતા ધર્મગુરૂ બદલાતા નથી. ધર્માચાર્ય ઉપર દેવસમાન ભાવના રાખવી જોઈએ. દેવ કરતાં ધર્માચાર્ય ઉતરતા છે, એવી ભાવના રાખવાથી ભક્તિ આદિ સદગુણે વિશેષત: ખીલી શક્તા નથી. ધર્મ ચાર્ય ઉપકારની અપેક્ષાએ દેવ સમાન છે. ધર્માચાર્ય ન હિત તે દેવને કેણ ઓળખી શકત. ઉપકારી વિશેષત: પૂજ્ય છે. એમ જણાવવા માટે નમસ્કાર મંત્રમાં સિદ્ધ પદ પ્રથમ નહિ મૂકતાં અરિહંતપદ પ્રથમ મૂકયું છે. અરિહંત ભગવાને સિદ્ધને જણાવ્યા, માટે અપેક્ષાએ ઉપકારની વાત સમજવી જોઈએ. મુનિરૂપ ધર્મગુરૂને ખરા અંત:કરણથી વિનય કર જોઈએ. તેમને વંદન કરવું. ને તેમની આજ્ઞા માનવી, ચાર પ્રકારના આહાર
For Private And Personal Use Only