________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન,
(૨૯) નિશ્વાસ કાઢે છે, ઉદાસ રહે છે, પિતાને કેદી સમાન ગણે છે, તે ઘરની શું ઉન્નતિ થઈ શકે? જે કે આ સ્થળે જઇ તિને કેવી રીતે વિનય કરે તેનું વર્ણન છે અને તેથી વિષયાંતર થયો છે તે પણ પ્રોત કેટલુંક વિવેચન કર્યું છે. સ્ત્રીએ પિતાના પતિને સહાય આપવી. પતિની લાગણું દુઃખાય એમ વર્તન રાખવું નહિ. જે જે કાર્યો કરવાં હોય તેમાં પતિની સલાહ લેવી. કદાપિ સ્ત્રી કરતાં પતિ અલ્પબુદ્ધિમાન હોય તો પણ સ્ત્રી આત્માની સાક્ષીએ વિનય કરવામાં કચાશ રાખે નહિ. કોઈ વખત દુનિયાને એમ માલુમ પડે કે સ્ત્રી પતિની આજ્ઞા પ્રમાણે ચાલતી નથી અને પિતે તો ચાલે છે આવા પ્રસંગે જેમ સ્વ પરનું ભલું થાય તેમ વર્તન રાખે અને સ્ત્રવાહિનો ત્યાગ કરે. પતિની મરજી પ્રમાણે ચાલવું તે પણ વિનર છે. જે વિનયથી સંસાર વ્યવહારની ઉન્નતિ દ્વારા આત્મોન્નતિમાં પ્રવેશ થાય તે વિનય પ્રશસ્ય છે. ભણેલી વા અભણ સ્ત્રીઓએ એમ વિચારવું કે પતિનો વિનય એ વ્યવહાર માર્ગમાં અવશ્ય કર્મ છે. પતિને વિનય કરવાથી પતિ પ્રસન્ન રહે છે. વિનયના બદલામાં સ્ત્રી અનેક સારા ગુણે પ્રાપ્ત કરે છે. નિજ ના છો પતિનું મન વશ કરે છે. પતિનો ક્રોધ (ગુસ્સો) પણ વિનયથી ઉતરી જાય છે. વિનયના પ્રતાપથી ઘરમાં કલેશ પેસતો નથી, માતાની વિનય પ્રકૃતિ દેખીને તેની પુત્રીઓ પણ વિનયની
For Private And Personal Use Only