________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિયરન,
(૧૯) વિદ્યાગુરૂ સામા થતાં, રહે ન જગમાં લાજ,
વિદ્યાગુરૂવિનયે અહ; પામે સુખ સામ્રાજ્ય. વિદ્યાગુરૂને ઉપર ઉપરથી વિનય કરો અને અન્તરમાં કપટ રાખવું, આવા વિનયથી વિદ્યાનું સાફલ્ય થતું નથી. વિદ્યાગુરૂમાં જે જે શુભ ગુણો હોય તેની જ્યાં ત્યાં સ્તુતિ કરવી. વિદ્યાગુરૂમાં જે અપૂર્વ શક્તિ હોય, તે વિનયથી ગ્રહણ કરવી. વિદ્યાગુરૂ કોધ કરે, વા મારે, તેવું અસભ્ય વર્તન ત્યજવું જોઈએ. વિદ્યાગુરૂ જે જે વિષય સારી રીતે મનન કરવાને કહે, તે ધ્યાન દઈ મનન કરે, અનેક પ્રકારની શિલ્પ, વ્યાપાર, ભાષાદિક વિદ્યા શિખવા માટે ઘણા વિદ્યાગુરૂઓ કરવા પડે છે. વિદ્યાગુરૂઓની સાથે યોગ્ય વિનયથી વર્તવું. વિદ્યાગુરૂ કેઈ વખત પોતાની ભૂલથી શિષ્યને ધમકાવે, તે પણ તે પ્રસંગે શિષ્ય શિક્ષકને પોતાની ભૂલનું ભાન થાય અને વિનયને નાશ ન થાય, તેમ મન, વાણું, કાયાનું વર્તન રાખવું. વિદ્યાગુરૂવિનય સંબંધી નીચેની કવિતાનું પુનઃ પુનઃ સ્મરણ કરવું.
વિદ્યાગુરૂનો વિનય કરે તે વિદ્યા પામે, વિદ્યાગુરૂને વિનય કર્યાથી કીર્તી જામે, વિદ્યાગુરૂને નમન કરીને વિદ્યા લેવી,
વિદ્યાગુરૂના સામું બેલી ગાળ ન દેવી. વિદ્યાગુરૂને વિનય કરે તે ઉંચ વિઘા ઝટ વરે, વશીકરણ છે વિનય જગમાં ઉચ્ચ સત્તા ધન કરે.
For Private And Personal Use Only