________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે
વિવાર વાગરના પિતા કહ્યું
(૧૮)
શ્રી ગુરૂધ. શકતા નથી અને ઉલટા દુર્ગુણેનું પાત્ર બને છે. શિક્ષકો વિદ્યાર્થિનું ભૂંડ ચિંતવે અથવા તો તેમની ઉન્નતિ થાય તેવી રીતે પ્રેમ પૂર્વક હદયથી વિદ્યા ન આપે તે તેઓ દોષ પાત્ર બની શકે, એ શિક્ષકોએ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. મહારા હદયમાં રહેલી સર્વ વિદ્યા શિષ્યને આપી દેઉં એવી શિક્ષકે ચા પંડિતેના મનમાં સદા ભાવના રહેવી જોઈએ. શિષ્યની દેશ કુળ ધન વ્યાપાર, બળ, સત્તાથી ઉન્નતિ સારી રીતે કરે તે શુભ શિક્ષક કહેવાય. જેકે પ્રસંગ વિદ્યાગુરૂના વિનય સંબંધીને છે, તે પણ પ્રસંગે આટલું કહી વિદ્યાગુરૂના વિનયમાં શિષ્યએ ચિત્ત દેવું, તેમાં તેની ઉન્નતિ છે, એમ વિશેષતઃ કહું છું. કેટલાક તે વિદ્યાગુરૂ પાસેથી વિદ્યા લઈ પાછા વિદ્યાગુરૂની સામા થઈ અવિનયને વધારે છે તે યોગ્ય નથી. કહ્યું છે કે,
विद्यया विनयाघाप्तिः सा चैवाविनयावहा,
किं कुर्मः किं प्रतिब्रूमः गरदायां स्वमातरि. १ વિદ્યાથી વિનયની પ્રાપ્તિ સારી રીતે થાય છે, તેજ વિદ્યા જે અવિનયને ધારણ કરે તે પોતાની માતાજી જ્યારે પુત્રને ઝેર દે તેની પેઠે થયું ત્યાં શું કહેવું? શો જવાબ દે ? અફસોસ ! કહ્યું છે કે –
જ્યાંથી વિદ્યા પામિય, તેના સામે થાય, પ્રત્યનિક તે પાપિયો, મરીને દુર્ગતિ જાય.
For Private And Personal Use Only