________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂબોધ. અનુભવાય છે. રાગદ્વેષના વિકલ્પ સંકલ્પના અભાવે નિર્વિકલ્પક દશાને અનુભવ થાય છે. ચોસઠ ઈન્દ્રનાં ત્રણકાળનાં સુખ ભેગાં કરીએ તો પણ આત્માના સુખની આગળ એક બિંદુ સમાન પણ નથી, એવી સહજ સમાધિને અનુભવ ખરેખરા જે અધ્યાત્મ જ્ઞાનિ હોય છે તે પ્રાપ્ત કરે છે.
ક્ષપશમ ભાવમાં આવી સમાધિદશા અમુક વખત સુધી રહી શકે છે. પુનઃ અન્ય દશામાં ચિત્ત જાય છે, તોપણ આનન્દનું ઘેન સ્મરણમાં રહે છે અને સર્વ પર ભાવ છે સમાધિ દશામાં રહેવાથી નિવૃત્તિપણું સેવાય છે. પુનઃ અને ઇશમાં રમણતા કરતાં વિકલ્પ સંક૯૫ ટળે છે અને મનની એકાગ્રતા થતાં સહજ સમાધિ અનુભવાય છે. આવી દશામાં ચારિત્ર મેહનીય કષાયને ઉપશમ વા
પશમ ભાવ હોય છે સોપશમ ભાવની સહજ સમાધિમાં રમણ કરતે થેગી ક્ષેપક શ્રેણિ આરહી બારમા ગુણ ઠાણે જઈ ઘનઘાતી કર્મને ક્ષય કરીને કૈવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. ક્ષાયિક ભવની સમાધિમાં કેવલીને ભાવમનના અભાવે સદાકાળ સમાધિ કહેવાય છે અને અયોગી કેવલીને દ્રવ્ય મન અને ભાવ મનને અભાવે સદાકાળ શુદ્ધ સમાધિ દશા વર્તે છે.
For Private And Personal Use Only