________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિ
( ૨૩૩ ) તેટલા વખત સુધી તે સિદ્ધના સમાન પિતાને અનુભવે છે. તે વખતે આત્માને જે આનન્દ થાય છે તે ચિાદરાજ લેકમાં પણ માય નહીં એટલે બધો હોય છે. આવી દશા ક્ષયપામભાવમાં સદાકાળ રહેતી નથી તેપણું જાગ્રત દશાની સમાધિની આનંદ ખુમારી ચાખતાં સહજાનન્દને પરિપૂર્ણ નિશ્ચય થાય છે, તેથી તેને વિષયનાં સુખ તરફ મન ચોટતું નથી. તેથી તેના મનમાં રહેલા કામના સંસ્કારેને ક્ષય થતા જાય છે. આત્મા અજ્ઞાન દશામાં પોતાને શત્રુ છે અને જ્ઞાન દશામાં આત્મા જ પોતાને મિત્ર છે એવો નિશ્ચય થવાથી બાહ્ય વસ્તુઓમાં રાગ અને દ્વેષ થતા નથી. બાહ્ય વસ્તુઓ તેમજ સગાં સંબંધી વગેરે કઈમાં ઈષ્ટ અને અનિષ્ટપણની ભાવના રહેતી નથી, આનન્દને સમુદ્ધ હું છું, નામ અને રૂપમાં બંધાયેલી સંજ્ઞા વ્યવહારના
ગે છે અને તે જૂઠી છે, એમ તેને પોતાના અનુભવથી ભાસતાં શરીર, નામ વગેરેમાં હું તું ભાવ કલ્પત નથી. સમાધિ કાળમાં ચૈતન્યપણું હોય છે, તેથી સર્વ વસ્તુઓનાં જ્ઞાન છતાં વિકલ્પ સંક૯પ થતો નથી, કારણકે તે રાગદ્વેષના વિકપને શુદ્ધ જ્ઞાનથી હઠાવી દે છે તેથી મન શાંત પડે છે અને આત્માને અપૂર્વ આનંદ અનુભવાય છે.
સમાધિ દશામાં ધ્યાતા ધ્યેય અને ધ્યાન એ ત્રણની એકતા અનુભવાય છે. પોતાના જ્ઞાનાદિ ગુણેમાં તન્મયતા
For Private And Personal Use Only