________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૨ )
શ્રી ગુરૂધ. કારણકે હડસમાધિવાળે પણ સહજ સમાધિમાં પ્રવેશ કરી શકે છે. એકાંતે કોઈ વસ્તુને અપેક્ષાવિના નિષેધ નથી, હઠસમાધિનું વર્ણન અન્ય દર્શનીઓના ગ્રન્થમાં ઘણું છે. અત્ર તે સહજ સમાધિની દશાનો વિચાર કરવામાં આવે છે. - મનમાં ઉત્પન્ન થતી રાગ અને દ્વેષની પરિણતિ વારવાથી મનની દશા નિર્મળ રહે છે, અને તે વખતે આત્મા પિોતાની શુદ્ધ દશામાં રહે છે. શુદ્ધ દયાને સમાધિ દશા કહેવામાં આવે છે.
ક્ષોપશમભાવમાં પણ વિકલ્પ સંકલ્પના અભાવે સમાધિ દશાનો અનુભવ થાય છે. અપ્રમત્ત યેગી મુનિવરે આવી ઉત્તમ દશાને વિશેષતા અનુભવે છે અને સહજ સમાધિમાં થતે અપૂર્વ આનન્દ રસ ચાખે છે.
સહજ સમાધિની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યક્તા છે. અધ્યાત્મ જ્ઞાનની ઉગ્ન દશામાં જેમ જેમ વિશેષ પ્રવેશ થાય છે, તેમ તેમ મનમાં ઉઠતા રાગદ્વેષના વિચારે શમે છે. મન સ્થિર થવાથી આત્માના ગુણોમાં રમણતા કરે છે. સ્થિર દીપકની પેઠે શુદ્ધ ઉપગ પ્રકાશે. છે. તે સમયમાં આખી દુનિયાથી પોતે ન્યારે છે, આનન્દમય છે, કંઈ પણ દુનિયામાં લેવું દેવું નથી, મહારું હારું કંઈ નથી, મહારે આનંદ આત્મામાં છે એ શુદ્ધ જ્ઞાન પ્રકાશ હોય છે. આવી દશા જેટલા વખત સુધી રહે છે.
For Private And Personal Use Only