________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિ.
( ૨૩૧ )
સર્વ યેાગમાં ઉત્કૃષ્ટ યોગ સમાધિ કહેવાય છે, સમા ધિના બે ભેદ છે, હઠ સમાધિ અને સહજ સમાધિ
હઠ સમાધિમાં પોતાનું ભાન પોતાને રહેતું નથી. જેમ મનુષ્ય થારનિદ્રામાં સર્વ પદાર્થને ભૂલી જાય છે તેમ હુઢયાગની સમાધિમાં પણ શૂન્યાવસ્થા જેવો ભાસ થાય છે. તે વખતે રાગદ્વેષની પરિણતિ રહેતી નથી. મન તે વખતે શાંત રહેલું હેાવાથી આનંદને પણ અનુભવ થાય છે, પણ તેવી હઠ સમાધિમાંથી જાગ્રત થતાં મનની દશા હતી તેવી થઈ જાય છે. કેાઇ વખતે હઠયાગી ક્રોધાદિકના આવેશમાં આવી ખરાબ ભાવનાથી અન્ય જનેનું પુરૂં પણ કરી શકે છે. જો કે હઠ સમાધિવાળા મનના વિકલ્પ સંપ અમુક વખત સુધી ભાન વિના રાકી શકે છે પણ તેથી તે સદાકાળને માટે તેવો રહી શકતા નથી. જાગ્રત થાય છે એટલે વાસનાઓના પાશમાં પણ ઉચ્ચનાનના અભાવે પકડાય છે. સંપૂર્ણ રાગદ્વેષનો સદાને માટે તે ક્ષય કરી શકતા નથી, માટે તે રાજયોગ સમાધિના આનંદને પ્રાપ્ત કરી શકતે નથી. હુઠ સમાધિમાં મનને ગેાંધી રાખવામાં આવે છે અને સહજ સમાધિમાં અધ્યાત્મ જ્ઞાનના ખળવટે નગત દશામાં હું મન, વિકલ્પ સંકલ્પ રહિત થઈ જાય છે. હòસમાધિ કરતાં સહજસમાધિ વિશેષત: ઉત્તમ છે. હઠસમાધિ અમુક અપેક્ષાએ સારી છે એમ તેા કહી શકાય,
For Private And Personal Use Only