________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન.
( ૨૨૯) અગી થઈ મુક્તિમાં જાય છે તેઓ અગી સિદ્ધ, બુદ્ધ પરમાત્માએ કહેવાય છે. સિદ્ધ પરમાત્માએ સમયે સમયે અનંતસુખ ભોગવી રહ્યા છે. જન્મ, જરા અને મરણની ઉપાધિથી સદાકાળ દૂર રહ્યા હોય છે. મુક્તિમાંથી કદાપિકાળે સંસારમાં પાછા આવતા નથી. અનંત સુખમય દશામાં તેઓ સદાકાળ રહે છે. આવી દશા સર્વ અન્તરાત્માઓ પામી શકે છે.
જે અંતરાત્માએ કમને ક્ષય કરે છે તે સર્વ પર માત્માઓ થાય છે. આવી સિદ્ધદશા પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાનની જરૂર છે. આંધળા અને દેખતા મનુષ્યમાં જેમ ફેર છે, તેમ જ્ઞાનિયા અને અજ્ઞાનિયામાં ફેર છે. આમજ્ઞાની આત્માના ગુણેને અભ્યાસબળવડે ખીલવે છે. ક્રોધાદિક દુષ્ટ શત્રુઓને જ્ઞાનબળવડે ક્ષય કરે છે. આત્મજ્ઞાનિયે પરમાત્મપ્રતિ સાધ્યબિંદુ કપે છે. જગના પદાર્થોઉપર તેઓની ઉદાસીનવૃત્તિ રહે છે. બાહ્યાની ઉન્નતિમાં તેઓનું ચિત્ત લાગતું નથી. તેઓ મનના ધર્મોને વશ કરે છે, માટે માનવબંધુઓએ આત્મજ્ઞાન મેળવી મુક્તિતરફ પ્રયાણ કરવું જોઈએ.
આત્મજ્ઞાન પામેલે આત્મા જાગ્રત થયો કહેવાય છે. જ્યાં સુધી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી ત્યાંસુધી છ સંસા૨માં ઘેરનિદ્રામાં ઉઘેલા જાણવા, આત્મજ્ઞાની પિતાના
For Private And Personal Use Only