________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમજ્ઞાન.
(૨૨૫ ) તેઓ કર્મ અને આત્માને અસ્તિત્વભાવ સ્વીકારતા નથી. સ્વર્ગ, નરક. અને આત્માનો અસ્તિત્વભાવ સ્વીકારતા નથી. સ્વર્ગ, નરક અને મેક્ષ આદિનું અસ્તિત્વ સ્વિકારતા નથી. ગૃહસ્થ ધર્મ અને સાધુ ધર્મને સ્વીકાર કરતા નથી. સર્વજ્ઞનાં વચનમાં અનેક પ્રકારની શંકાઓ કરે છે. સર્વજ્ઞ કઈ પણ છે એવો વિચાર તેઓ ધરાવતા નથી. નિંદકર્મો કરવાથી પણ પાછા હઠતા નથી. જે જે આંખે દેખાય છે તેટલીજ વસ્તુઓને તે સ્વીકાર કરે છે. પોતાની બુદ્ધિની બહાર જે જે વસ્તુઓ હોય તેને માનતા નથી. પ્રાય: આ બહિરાત્માઓની દશા વર્તવાને લીધે તેઓ ધમાં પુરૂષને મારી પણ નાંખે છે. પિતાના અધર્મ વિચારે ફેલાવવા અનેક પ્રકારની કળાએ કરી લોકોને પાખંડમાં દોરે છે. આત્માદિનું અસ્તિત્વ માનનારાઓને તેઓ મૂર્ખ ગણું કાઢે છે. બાહાની ઉન્નતિ માટે રાગશ્રેષમાં ફસી જઈ સત્યતત્ત્વ જોઈ શકતા નથી. તેઓ પિતાની તીવ્રબુદ્ધિનો દુરુપયોગ કરે છે. પિતાને જ સત્ય વિચારક પ્રોફેસર તરીકે ગણે છે. તેથી દુર્વિદગ્ધની પેઠે અનેક પ્રકારે સમજાવવામાં આવે તેપણ પિતાને કક્કો છોડતા નથી. કોઈ મહાત્મા પુરૂષને સંસર્ગ થતાં જીવાદિ નવતત્વને બેધ તેમાંથી કોઈ પામી શકે છે. જેઓ માર્ગોનુસારિના ગુણે પામે છે તેઓ આત્મતત્ત્વ સમ્મુખ
ગુ. ૧૫
For Private And Personal Use Only