________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશકે
, અન
કરવો.
*
(૨૧૪)
શ્રી ગુરૂધ. બચાવવા માટે ઉપદેશકેની પાસે ઉપદેશ દેવરાવવો, જીવદયાનાં પુસ્તકો રચવા માટે ધન આપવું. જીવદયાનાં પુસ્તકો છપાવવા માટે ધનનો ખર્ચ કરે. લક્ષ્મીને વ્યય કરી જીવોને મરતા બચાવવા માટે ઉત્તમ ઉપાય
જવા. મનુષ્યને મરતા બચાવવા માટે લક્ષમીનું દાન કરવું. હિંસાના વ્યાપાર (જેવા કે કસાઈઓના વગેરે) વગેરેનો નાશ કરવા માટે લક્ષમીનું દાન આપવું. છજીવની મન વચન અને કાયાથી રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેનારાએને માટે લક્ષ્મીનું દાન કરી તેઓના કાર્યમાં મદદ કરવી. સમકિત વા સમ્યજ્ઞાન વગેરે જૈનતત્ત્વનું અભયદાન આપવા માટે લક્ષ્મીને પૂર્ણ વ્યય કરે. સાધુઓ થઈ જે જીવદયાને ઉપદેશ દેતા હોય તેઓને લક્ષમીના દાનથી સહાય આપવી. સાધુઓને ધન આપવું જોઈએ નહિ પણ તેઓ જીવદયાને ઉપદેશ દેતા હોય અને તેઓના ઉપર હિંસક લેકે એ કાવતરૂ રચ્યું હોય તે તે કાવતરાના નાશ માટે તથા સાધુઓની તથા સાધ્વીઓની દવા માટે લક્ષ્મીને વ્યય કરવા–સર્વથાપ્રકારે સર્વ જીવોને દ્રવ્ય અને ભાવથી અભયદાન આપનાર, અપાવનાર અને અપાવના૨ની અનુમોદના કરનાર સાધુઓ તથા સાધ્વીએ છે. માટે સાધુ અને સાધ્વીઓ થવામાં તથા તેમના રક્ષણમાં જે લકમીનો વ્યય કરે છે તે સર્વ જીવો માટે અભયદાન
For Private And Personal Use Only