________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ )
શ્રી ગુરૂા
.
દાનથી માનીનાં માનતો જાય છે, દાનથી શત્રુઓ મિત્ર શ્રાવે, દુઃખ અગ્નિ પ્રથમ દાનના મેધથી, દાનથી લક્ષ્મીની લીલપાવે. દાન. ૫ અમર તે જગતમાં સત્ય દાતાર છે, દાન સંવત્સરી વીર આપે, સર્વ તીર્થેશ પણ દાનને આપતા, દાનથી દુઃખ દૌર્ભાગ્ય કાપે. દાન. ૬ દાનથી દુ:ખીનાં દુઃખ દૂર ટળે, દાનથી કર્ણ જગમાં ગવાયે, દાનથી પામિએ માન અવનીવિષે, મેઘરથ દાનથી શાન્તિપાયો. દાન. ૭ દાન દીધા થકી તીર્થકૃત થાઈએ, દાનને દેઈએ ભવ્ય હાથે, બુદ્ધિસાગર સદા દાન દેતાં થકા, હસ્તથી ધર્મતે હેય સાથે. દાન. ૮
હે બંધુઓ ! દાન દેવા ગ્ય છે. દાન દેવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. દાનથી દેવલોકમાં ઉત્તમ દિવ્યદેહો મળે છે. ખરેખર દાનથી સર્વત્ર અનેક પ્રકારની વાંછિત સિદ્ધિ થાય છે, દાનીના મનમાં પરોપકારની ઉત્તમ લાગણું વતે છે, તેથી તે માનસિક દશામાં ઉત્તમ બનતો જાય છે, અનેક વૈરિયે પણ દાનના દેવાથી વશમાં આવે છે. દાન દેનારની ખરેખર
સ્વર્ગ અને પાતાળમાં કીર્તી ગાજે છે. દાનથી દેવતાઓ પણ દાનીના ચરણ-કમળની સેવા કરે છે, દાનથી મુક્તિનાં સુખ અવશ્ય મળે છે. સર્વ પ્રકારના ધર્મમાં દાનને ધર્મ પ્રથમપદને ભેગવે છે. દાન દેવાથી માનસિક, વાચિક અને કાચિક સર્વ દે ઉત્તરોત્તર ટળતા જાય છે. દાન દેનાર પુરૂષ દાનના પ્રતાપથી ધર્મનું બીજ વાવે છે. પંચમહાવ્રત પાળનાર સાધુઓને પ્રેમપૂર્વક દાન આપવાથી ઉત્તમ પુરૂષો મુક્તિમાં શીધ્ર જાય છે. દાન પાંચ પ્રકારનાં સૂત્રમાં કહ્યાં છે.
For Private And Personal Use Only