________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૪)
શ્રી ગુરખાધુ. ભકિતના ભેગી જગમાં વિરલા છે. બુદ્ધિસાગર, અર્થાત્ જ્ઞાનના સાગરભૂત એવા નિરાકાર સિદ્ધ ભગવાનની ભકિતને કેઈ વિરલા પુરૂષે અધ્યાત્મજ્ઞાનથી સેવે છે, તે જ ખરેખર ઉત્કૃષ્ટ ભેગીઓ ગણાય છે એમ બુદ્ધિસાગર કહે છે.
પરમાત્માની ભક્તિમાં તલ્લીન થનાર પિતાને પ્રભુરૂપ સમજે છે. ભકિતની પ્રથમાવસ્થામાં ભકત પિતાને ભગવાનને દાસ (સેવક) માને છે ભકિતની બીજી અવસ્થામાં ભકત પોતાના આત્માને પરમાત્માના સમાન માને છે. જેવી પરમાત્માની સત્તા છે, તેવી મારી સત્તા છે માટે પરમાત્માને પિતાના તુલ્ય ગણી મિત્ર બને છે. ભકિતની ઉત્કૃષ્ટ અવસ્થા ત્રીજી પ્રાપ્ત થતાં ભકત પરમાત્મારૂપ બને છે. જ્એ પદને સાક્ષાત્ અનુભવ કરે છે.
જેમ ઈયળ ભમરીનું દાન ધરી પિતે ભમરીરૂપ થાય છે, તેમ આત્મા પણ પરમાત્માની ભક્તિ કરતે છતે પોતે પરમાત્મા બને છે. અશુદ્ધ સુવર્ણ જેમ કારણ સામગ્રી પામી શુદ્ધ સુવર્ણતાને પ્રાપ્ત કરે છે તેમ આત્મા પણ ભકિતરૂપ સામગ્રી પામી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
લવ જેમ લડાઈમાં મસ્તક કોરે મૂકીને લડે છે અને જય પ્રાપ્ત કરે છે તેમ ભકતરૂપ લઇ કીર્તિ, લાજ, અપવાદ આદિ સર્વને ત્યાગ કરીને પરમાત્માની ભકિતની ધુનમાં અનહદ નાદ વગાડતો છતે જય પ્રાપ્ત કરે છે અને પિોતે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only