________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૪)
શ્રી ગુરૂએલ
કરી યુકિતને પકડનાર હોય, નીતિધર્મ પર અત્યંત શ્રદ્ધાળુ હોય, વૈરાગ્યથી હૃદય રંગાયું હોય, જન્મ, જરા અને મૃત્યુના દુ:ખમાંથી છુટવાનો તીવ્ર સકલ્પ હોય, નામ કે કીર્તિની ઇચ્છા ન હેાય. હિંસા, જુઠ ચારી, વ્યભિચાર, અને આસક્તિ આદિથી મુક્ત હોય, વિશ્વાસઘાતી વા પરની નિંદા કરનાર ન હોય; સદ્ગુરૂની ઉપાસના કરનાર હોય પોતાના આત્મા સમાન અન્ય આત્માઓને જે જાણતા હોય, પેાતાના કુટુખસમાન જગતને કુંટુબ માનનાર હોય; સસારની તૃષ્ણામાં જે સદાકાળ મગ્ન ન હોય. જગના જીવા માટે અત્યંત દયાની વૃત્તિ હોય, ગુરૂના ઉપર પ્રાણ પાથરનાર હાય. પ્રાણ પડે તે પણ અન્યનું ખુરૂ કરવાની પ્રવૃત્તિ જે ન કરતા હોય, સંસારમાં જન્મ જરા અને મરણનાં દુઃખ ટાળવા જે પ્રવૃત્તિ કરતા હોય, અષ્ટાદશ દોષ રહીત, એવા જેણે પરમાત્મા આળખ્યા હોય. ચાલ મજીઠના રંગની પેઠે જેને પરમાત્મા પ્રતિ પ્રેમ લાગ્યા હોય, યાગ્ય પરમાત્માની યેાગ્ય વિધિથી યાગ્ય ભકિત કરવાી જેણે જ્ઞાનશકિત પ્રાપ્ત કરી હાય, પરમાર્થનાં કાર્ય કરતા છતા પણ જળમાં કમળની પેઠે અન્તરથી ન્યારો રહેનાર હાય, આધિ, વ્યાધિ અને ઉપાધિના નાશ કરવા જેની દૃઢ પ્રતિજ્ઞા હેાય, ઉત્તમ વીતરાગનાં કહેલાં વચના ઉપર જેની પૂર્ણ શ્રદ્ધા હાય, પંથ અગર પાખંડ ઉપર જેને રૂચિ ન હોય; હેય, રોય અને ઉપાદેયને જેના હૃદયમાં વિવેક પ્રગટયા હોય,
For Private And Personal Use Only