________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯ર)
શ્રી ગુરૂધ. માત્માની ભકિત કરી કહે છે કે તું અમારા શત્રુઓનો ક્ષય કરી નાખ. કેટલાક નામના એમ કહે છે કે તું એ નામના દેશને ક્ષય કર ત્યારે એ નામના લોકો કહે છે કે હે પરમેશ્વર, તું ચ નામના દેશને ક્ષય કર. આમ એક બીજાના વિરૂદ્ધ દેશવાસીઓ પરમાત્માને પિતાનાથી વિરૂદ્ધ દેશના ક્ષય માટે ભક્તિદ્વારા પ્રાર્થના કરે છે. આ બેમાંથી એકની પણ જ્ઞાનભક્તિ જણાતી નથી. ખરેખર આજકાલ ભક્તિના નામે અનેક ઢંગ ધતી ચાલે છે, અનેક પંથ ચાલે છે. પરમાત્માને કઈ વિરલા જાણવા પ્રયત્ન કરે છે.
જે ભકિત પરમાત્માના ગુણે પ્રાપ્ત કરાવનારી હોય, જે ભક્તિ નિર્દોષ હોય, જે ભકિતથી મેહ માયાને નાશ થતા હોય, જે ભક્તિથી આત્મા પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે, જે ભકિતથી જગમાં શાંતિ વતે, જે ભકિતથી કામ ક્રોધાદિક અનેક દુર્ગણોનો નાશ થતો હાય, જે ભકિતથી મનની નિર્મળ દશા થાય, જે ભકિતથી પરમાત્માના
સ્વરૂપમાં મન ચાંટયું રહે, જે ભકિતથી કોઈ પણ પ્રાણનું અરૂ કરવાની ઈચ્છા ન હોય, જે ભકિતથી હિંસાદિક દોષનો નાશ થાય, જે ભકિતથી પંચ ઇન્દ્રિયના વિષય વિકારોનો નાશ થાય, જે ભકિતથી આત્માનું સત્ય સુખ અનુભવાય, જે ભકિતથી પોતાનું અને પરનું કલ્યાણ થતું હોય, જે ભક્તિને આત પુરૂષાએ વર્ણવી હોય, જે ભકિતથી પરમાત્માનું દર્શન તથા પરમાત્મપદની પ્રાપ્તિ થાય, જે
For Private And Personal Use Only