________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ .
(૧૯૧) કરે છે અને પિતાના ભકતોને વધારે કરવા ધર્મના ઝઘડાઓ કરી ખંડન મંડનમાં પડી જગની અશાંતિમાં વધારો કરે છે.
કેટલાક ભકતો પરમાત્માની ભક્તિને ત્યજાવી પોતાની ભક્તિ કરાવવા પિતાને જગમાં ઈશ્વરનો અવતાર જણાવે છે. દુનિયા ઝુકનેવાલી હૈ ઉસકું ઝુકાનેવાલા ચાહિએ. આ રીતિને અનુસરી પોતાના નામની મૂર્તિ કરાવે છે. પિતજ પરમાત્મા છે. એમ સાબિત કરવા અનેક યુક્તિઓથી સમજાવે છે. તેમની કુયુક્તિની જાળમાં શિખેને એવા ફસાવે છે કે જાણે તેના વિના અન્ય કોઈ પરમાત્મા નથી તેજ ખરા પરમાત્મા છે એમ ઠસાવે છે. કેટલાક ભકતે તો પિતે પરમાત્માને અવતાર બની અમારી વંશપરંપરા જે જે પુત્રો થશે તે સર્વ ઈશ્વરના અવતાર છે એવું ઠસાવવા બાકી મૂકતા નથી.
કેટલાક ભકતોને એમ મનમાં લાગે છે કે જગમાં ઉત્પન્ન થઈને કંઈ નવું કરવું જોઈએ. ગમે તેમ કરીને દુનિયાની આગળ આવવું જોઈએ. મન કાળા અને હાથમાં માળાની રીતિ ગ્રહીને જગત્ના લેકે પિતાને વશ થાય એવા પાખંડ કરે છે, તેમની બાહાની અને અંતરની સ્થિતિ ભિન્ન હોય છે. કેટલાક લોકો પરમાત્માની ભકિતના નામે અનેક કામવાસનાઓની શાંતિ કરે છે. કેટલાક લોકો પર
For Private And Personal Use Only