________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા.
(૧૮૭)
વિનાનું ચારિત્ર મોક્ષપદ આપી શકતું નરી. શ્રદ્ધા વિનાનું ચારિત્ર અભવ્યો પણ પાળી શકે છે. શ્રદ્ધાવિના ધર્મનાં કષ્ટ સહન થઈ શકતાં નથી. શ્રદ્ધા વિના ક્ષણમાં મન ડગી જાય છે. શ્રદ્ધાવિના પ્રાણાંત ઉપસર્ગ સહન થઈ શકતા. નથી. જિનસર્વજ્ઞ ભગવાન કહે છે કે તેની શ્રદ્ધાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને આત્મા અનંત સુખ પ્રાપ્ત કરી શકે છે.
તત્ત્વની શ્રદ્ધા ધારણ કરનારનું મન જેવું ધર્મમાં સ્થિર રહે છે તેવું અન્યનું રહેતું નથી. ચિળ મજીઠના રંગની પેઠે તત્વની શ્રદ્ધા થવી જોઈએ. અંધશ્રદ્ધા વા કુળશ્રદ્ધા વા દષ્ટિરાગની શ્રદ્ધાને દૂર કરી જ્ઞાનપૂર્વક શ્રદ્ધા કરવાની જરૂર છે.
જે મનુષ્ય તત્વને અભ્યાસ કરી જ્ઞાનશ્રદ્ધા પ્રાપ્ત કરે છે તેઓને કઈ ભરમાવી શકતું નથી. જેઓને તત્ત્વનું જ્ઞાન નથી તેઓ ગાડરીયા પ્રવાહની પેઠે અજ્ઞાનરૂપ અંધકૃપમાં પડી જન્મ જરા મરણનાં દુઃખ પામે છે.
સમ્યકત્વ રત્નની ખાસ જરૂર જે હોય તે પ્રથમ તત્વની શ્રદ્ધા કરવી જોઈએ. સશુરૂ શ્રતજ્ઞાને જે ઉપદેશ આપે તેને પરિપૂર્ણ વિચાર કરી શ્રદ્ધા કરવી જોઈએ.
સર્વજ્ઞનાં વચને જેના હૃદયમાં સત્ય ભાસ્યાં છે, કે પણ વચન જૂઠું નથી, એવી શ્રદ્ધાવાળાને નિશ્ચલસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ગમે તે જાતિનો મનુષ્ય આવી શ્રદ્ધા ધારણું
For Private And Personal Use Only