________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪)
શ્રી ગુરૂએધ.
વસ્તુઓને મનુષ્યા જોઈને તેઓના નિશ્ચય કરે છે. કાઇ પદાર્થ આવા જ છે, એમ · સ્વબુદ્ધયનુસાર જે નિશ્ચય કરવામાં આવે છે તે નિશ્ચય પરિપૂર્ણ અંશે સત્ય છે કે કેમ તે પરિપૂર્ણ જ્ઞાનવિના ( કેવળ જ્ઞાન વિના ) જે પદાર્થોનું અવલે।કન થાય છે તે સંપૂર્ણ અંશે સત્ય છે, એમ કહી શકાય નહીં. માટે અલ્પજ્ઞાનિયાના નિશ્ચયની શ્રદ્ધા સંપૂર્ણ અંશે વ્યાજબી નથી. ત્યારે હાલ કેાના નિશ્ચયને માન આપવું એમ પ્રશ્ન થશે. તેના ઉત્તરમાં કહેવાનું કે, કેવળજ્ઞાનિએ દીઠેલા પદાર્થોનું જેવું સ્વરૂપ છે, તેજ ખરૂં સ્વરૂપ ગણાય માટે તેમના વચનને અનુસરી પદાર્થોની શ્રદ્ધા કરવી એજ સત્યશ્રદ્ધા ગણાય. કેવળજ્ઞાનિએ દેવગુરૂ અને ધર્મનું જે સ્વરૂપ કહ્યુ છે તેજ સત્ય છે. કૈવલજ્ઞાનિયે જગમાં નવતત્વ જણાવ્યાં છે તેજ સત્ય છે, કેવળજ્ઞાનિએ ષદ્ધવ્યનું સ્વરૂપ જાણ્યું અને દેખ્યું છે તેજ દ્રવ્ય સત્ય છે. કેવલજ્ઞાનિએ વ્યવહાર અને નિશ્ચયનયથી પદાર્થોનુ જે સ્વરૂપ વર્ણવ્યું છે તેજ સત્ય છે. કેવળજ્ઞાનિએ નિગેાદનુ' જે સ્વરૂપ જે પ્રમાણે પ્રરૂપ્યુ છે તેજ સત્ય છે. આપણી અલ્પમતિના યેાગે તેનુ યથાર્થ સ્વરૂપ સમજાય નહિ તે પણ મુંઝાવું નહિ. કારણ કે કેવળજ્ઞાનમાં જે વસ્તુએ! ભાસે છે તેનો પરિપૂર્ણ અનુભવ શું મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન કરી શકશે ? ના, કદી કરી શકે નહિ. માટે સર્વજ્ઞના વચનમાં અશ્રદ્ધા કરવી નહિ, જેમ
For Private And Personal Use Only