________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી ગુરૂબંધ જે દેખતે નથી તે જે ખરેખર સંતોષી છે. જેના મનમાં બાહ્ય વસ્તુની લાલચના કંઈ પણું સંક૯પ ઉઠતા નથી તેજ પરમ સંતોષી થઈ મોક્ષસુખનો અનુભવ કરી શકે છે. જેને આત્મામાંજ ખરું સુખ છે એમ વિશ્વાસ થયે છે, જે બાહ્ય રૂદ્ધિને એઠ સમાન નિરખે છે, અને જે મળે છે તે વાપરે છે પણ પૃહા રાખતા નથી તે જ ખરેખર સંતેવી છે.
સુખના માટે સમુદ્રમાં ભમવાનું કંઈ પ્રયજન નથી. તમારા આત્મામાં જુઓ તો સંતોષ થશે. આત્મિક સુખના માટે બાહ્ય કયાં ભમે છો? જરા અંતરમાં ઉતરી સંતેષને ધારણ કરે. સંતોષથી સર્વ મળશે. જે સુખ દેવતાઓ કે ચક્રવતિઓ આપી શકતા નથી તે સુખનો આપનાર સંતોષ છે. કલ્પવૃક્ષ ચિતામણું કે કામકુંભ પણ જે સહેજ સુખને આપી શકતાં નથી તે સુખને સંતોષ આપે છે.
સંતોષી મનુષ્ય, ઈન્દ્ર, ચન્દ્ર અને નાગેન્દ્રની રૂદ્ધિને પણ તુચછ ગણે છે. સંતોષી મનુષ્યને જે મળે છે તેમાં આનંદ માને છે. સંતોષીના મનમાં હાયવરાળ રહેતી નથી. સંતોષીના ઝુંપડા જેવું ઈદ્રનું ભુવન પણ નથી.
સંતોષી મનુષ્યને જે સુખ થાય છે તે પિતે જ જાણે છે પણ અસંતોષી જાણી શકતા નથી. સંતોષી મેગી ગુફામાં
For Private And Personal Use Only