________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૮)
શ્રી ગુરૂધ. બેસે, પણ રાજા થવાથી લ્હને સુખ થનાર નથી, કારણ કે ઘણા રાજાઓએ રાજ્યની ઉપાધિ છેડી છે ત્યારે તેમણે ખરું સુખ મેળવ્યું છે, શેઠીયાઓને પુછો કે તમને ખરી શાંતિ ધનથી મળી છે ? જે ખરી શાંતિ મળી હોય તે કેમ હાય વરાળ કરે છે ? કેમ અશાંતિના ઉદ્ગારે કાઢે છો ? બાહ્યવૈભવ ગમે તેટલો મળે તોપણ ખરું સુખ મળનાર નથી એમ નિશ્ચય માનજે. સિકંદર બાદશાહે છેલ્લી વખતે ઉદ્દગાર કાઢયા હતા કે અહો હું લેભમાં તણાયો. મેં અઘેર પાપ કર્મ કર્યો. જેના માટે આટલી બધી મેં મહેનત કરી તે પૃથ્વી અંતે મહારી થઈ નહિ. અંતે મહારે તેને મૂકીને જવું પડે છે. તે મને વળાવવા પણ એક પગલું ભરનાર નથી. અહીં મેં સંતોષ રાખ્યો હોત તો બહુ સારૂ. અંતે દરેક મનુષ્ય કબુલ કરે છે કે સંતોષ સમાન સુખ નથી, અને લેભ સમાન દુખ નથી.
હે મનુષ્ય ! જે તે કંઈ સમજતો હોય તે અસંતષમાં કેમ પડી રહે છે ? જ્યાં સુધી તું સંતેષને ધારણ કરતો નથી, ત્યાં સુધી હારી સર્વ વિદ્યા, ચતુરાઈ, પંડિતાઈ, હુંશીઆરી અને બહાદુરી નકામી છે. તે મનુષ્ય ! હુને અસંતોષથી જરા માત્ર ચેન પડનાર નથી. જે વસ્તુઓ માટે તું અનેક પ્રકારની ઉપાધિ વેઠે છે પણ તે પાણીના પરપોટા જેવી કારમી છે, સંધ્યાનાં વાદળાં જેવી ક્ષણિક છે, હાથીના
For Private And Personal Use Only