________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂતેષ,
(૧૭૭) સતાવે છે? પુત્ર અને પિતા વચ્ચે યુદ્ધ કરાવનાર તે લોભ છે. સહેદર-ભ્રાતૃઓ મધ્યે કલેશનાં બી વાવનાર અરે કાળમુખી લોભ ! લ્હને ધિક્કાર થાઓ. સુખની બુદ્ધિથી લલચાવી દુ:ખના ખાડામાં ઉતારનાર અરે લોભ ! તું કેમ મેટા મેટા સાધુએ તપસ્વીઓના હૃદયમાં પણ પ્રવેશ કરે છે ! સાધુઓને શિષ્યને લેભ અને આચાર્યોને પન્થને લાભ કરાવી રાત્રી દિવસ પરભવમાં પાડનાર અને લે ત્યારે નાશ શી રીતે કરવો. અરે લોભ ! તું દેવતાના ઈન્દ્રોને પણ પરસ્પર લડાવનાર છે. ઢેડના જેવો અપવિત્ર તું જ્યાં સુધી હૃદયમાં છે ત્યાં સુધી સંતોષ મહારાણાની પધરામણ હદય મંદિરમાં થવાની નથી, અને જીવ ! તું હવે સમજ કે–જે આ બાહોની રૂદ્ધિ દેખાય છે તેમાંથી હારી સાથે કેણ આવનાર છે. બાહ્યની રૂદ્ધિથી ઉલટું મન ચંચળ થાય છે અને તેથી ખરી શાંતિ મળતી નથી. ત્યારે તું ઉપાધિના હેતુઓને કેમ ધાર્યા કરે છે? જરા સમજતો ખરે કે, તું જે જે પદાર્થો દેખે છે તે હારા થવાના નથી અને તેનાથી તું કંઈ ખરી શાંતિ મેળવનાર નથી. ઝાંઝવાના જળને દેખીને મૃગલાં દેડે છે પણ ઠેઠ પાસે જાય છે તે પાછું દેખાતું નથી અને ઉલટાં પશ્ચાતાપ પાત્ર બને છે. તેમણે જીવ!તું પણ જ્યાં ત્યાં હારું
મ્હારૂં કરી હેને લેવા દેડી શા માટે બ્રાંતિમાં પડે છે? તું ગમે તેટલી રૂદ્ધિ ભેગી કર પણ અંતે તો હારી સાથે જરામાત્ર પણ આવનાર નથી. ભલે ગમે તે તું રાજા થઈ
૧૨
For Private And Personal Use Only