________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચરત્ન,
( ૧૫૫ ) હોય તે સત્ય સંભાષણ કરે. જે દેશમાં જે કાલમાં મનુષ્ય વિશેષત: સત્ય સંભાષણ કરે છે તે દેશની તે સમયે ઉન્નતિ થયા વિના રહેતી નથી.
સત્ય બોલવું એ ખરેખર ધર્મ છે. ખશ અંત:કરહુથી તમે સત્ય બોલવાની ઈચ્છા કરો. સત્યની સ્તુતિ કરે; કદાપી અસત્ય બોલાઈ જાય છે તે સંબંધી મનમાં પશ્ચાત્તાપ કરે અને ફરીથી અસત્ય ન બોલાય તેમ દઢ સંકલ્પ કરે. સત્ય બોલતાં સંકટ પડે તે પણ સત્ય જ વદશે. દેવતાઓ પરીક્ષા લેવા આવે તે પણ તમે સત્યજ વદશે. સત્યભાષકને મંત્ર તંત્ર ફળ આપે છે. ભૂતાદિ દેષને ઉપદ્રવ દૂર કરવામાં સત્ય ભાષણ અમૂલ્ય મંત્ર છે. હું સત્ય બેલીશ, સત્ય એ મારે ધર્મ છે, એમ દઢ સંયમ કરશે. જેમ જેમ તમે દરરોજ સત્ય બોલવાની પ્રવૃત્તિ વધારશે તેમ તેમ તમારામાં આત્મબળની વૃદ્ધિ થશે અને પછીથી તમે સહેજે સત્ય બોલી શકશે અને તેથી તમે જગતમાં પૂજ્યપદને પ્રાપ્ત કરશો. હે ભવ્ય ! અમૂલ્ય જીહા પામીને તમે પ્રાણુતે પણ અસત્ય ભાષણ કરશે નહી. ઉત્સર્ગ અને અપવાદ માર્ગ સમજી સત્ય વ્રતમાં સ્થિર રહેશે.
જગતજનની અસત્ય ભાષણ પ્રવૃત્તિની ઘમંધમા જેઈ તથા તેમાં તાત્કાલિક થતે લાભ જોઈપતંગીયું જેમ દીપકમાં કૂદી પડે છે, તેમ તમે પડશે નહીં, સત્ય બોલ
For Private And Personal Use Only